
ગુજરાતમાં આપ પાર્ટીમાં સીએમ ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીની પસંદગી કરાઈ- 73 ટકા લોકોએ આ નામ કર્યું પસંદ
- આપના સીએમ તરીકે ઈસુદાન ગઢનીનું નામ જાહેર
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ
અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં આમઆદમી પાર્ટીની સરાકરે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે, આપ પાર્ટીએ સીએમ પદ પર ઈસુદાન ગઢવીની પસંદગી કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપ તરફથી ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. કેજરીવાલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.
આ સાથે જ ગઢવીની સામે પક્ષના રાજ્ય એકમના વડા ગોપાલ ઇટાલિયા હતા, જેમણે પાટીદાર સમાજના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કેજરીવાલે જણાવ્યા પ્રમાણે, આપએ લગભગ 16.5 લાખ લોકો પાસેથી ઓપિનિયન પોલ મેળવ્યા બાદ ઇસુદાનનું નામ પસંદ કર્યું છે. જેમાં 73 ટકા લોકોએ તેમને મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદ કર્યા હતા.
દિલ્હીના સીએમ કેજરીવાલે અગાઉ 29 ઓક્ટોબરના રોજ ગુજરાતની જનતાને એસએમએસ, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા જણાવ્યુંવહતું ત્યાર બાદ ઈસુદાન ગઢવીને આ પદ માટે પસંદ કરાયા છે.