
ખાસ સંબંધમાં બંધાઈને રહેવું આપણા હિતમાં નથી, રશિયા અને ભારતના સંબંધોને લઈને બોલ્યા વિદેશમંત્રી એસ જયશંકર
દિલ્હીઃ- રશિયા અને ભારતના સંબંધો ઘમા સમયથી ચર્ચામાં છે તાજેતર માં જ રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને ખાસ મિત્ર ગણાવ્યા હતા અને તેમની પ્રસંશા પણ કરી હતી જો કે વિતેલા દિવસને શુક્રવારના જોર પશ્વિમબંગાળની રાજઘાની કોલકાતો ખાતે યોજાયેલા એક કાર્.ક્મમાં વિદેશમંત્રી એસ જયશંકરે રશઇયા સાથેના સંબંધોને લઈને મહત્વની વાત કહી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશ મંત્રી જયશંકરે કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે વિશેષ સંબંધો સાથે જોડાયેલા રહેવું ભારતના હિતમાં નથી. વિદેશ મંત્રી વિવિધ દેશો સાથે ભારતના રાજદ્વારી સંબંધો અંગે ચર્ચા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે રશિયા સાથે ભારતના મજબૂત જૂના સંબંધો છે, પરંતુ તેમણે અમેરિકા સાથે સમાન મજબૂત સંબંધોમાં અડચણ બનવું જોઈએ નહીં.
આ સહીત વિદેશમંત્રી એ વૈશ્વિક સ્તરે ભારતના વધતા કદ વિશે કહ્યું કે આજે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પૂર્વ પશ્ચિમથી ઉત્તર દક્ષિણ સુધીના તમામ દેશો સાથે સમાન રીતે ઊભું છે. આજના યુગમાં ભારત એક મજબૂત લોકતાંત્રિક શક્તિ તરીકે ઓળખાય છે. તેથી વિકસિત વિશ્વ માટે આપણી તકનીકી સુસંગતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં લોકો રશિયા વિશે અલગ લાગણી ધરાવે છે. રશિયા અને અમેરિકા સાથે ભારતના મજબૂત સંબંધો કોઈ અવરોધ નથી. આ બે દેશો આપણને કહી શકતા નથી કે આપણે જાપાન સાથે મિત્રતા રાખવી જોઈએ કે અન્ય કોઈ દેશ સાથે.
ઉલ્લેખનીય છે કે જયશંકરની ટીપ્પણી તેના થોડા દિવસો બાદ આવી જ્યારે તેમણે ભારત-રશિયા સંબંધોની પ્રશંસા કરી અને અશાંતિ હોવા છતાં તેમને સ્થિર ગણાવ્યા.તેમણે વધુમાં કહ્યું કે અશાંતિ વચ્ચે પણ રશિયા સાથે અમારા સંબંધો સ્થિર રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો અન્ય દેશો સાથેના સંબંધોની સરખામણીમાં વધુ સ્થિર છે.