1. Home
  2. ગુજરાતી
  3. નવા વર્ષ પર બોલિવુડ એક્ટર રણબીર કપૂરે તેના ફેંસને આપી સરપ્રાઈઝ
નવા વર્ષ પર બોલિવુડ એક્ટર રણબીર કપૂરે તેના ફેંસને આપી સરપ્રાઈઝ

નવા વર્ષ પર બોલિવુડ એક્ટર રણબીર કપૂરે તેના ફેંસને આપી સરપ્રાઈઝ

0
  • રણબીર કપૂરે તેની નવી ફિલ્મની કરી જાહેરાત
  • આ ફિલ્મનું નામ એનિમલ હશે
  • ફિલ્મમાં પરિણીતી, અનિલ કપૂર, બોબી દેઓલ સાથે જોવા મળશે

મુંબઈ: બોલિવુડ એક્ટર રણબીર કપૂરે નવા વર્ષમાં પોતાના ફેંસને એક ધમાકેદાર સરપ્રાઈઝ આપી છે. એકટરે નવા વર્ષની શરૂઆત સાથે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. તેમની નવી ફિલ્મનું નામ ‘એનિમલ’ હશે. ‘કબીર સિંહ’ ફેમ સંદીપ રેડ્ડી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટીઝર વીડિયો ટી સિરીઝથી શેર કરવામાં આવ્યું છે.

રણબીર કપૂરની ફિલ્મ એનિમલની કાસ્ટ પણ સામે આવી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપડા, અનિલ કપૂર, બોબી દેઓલ સાથે જોવા મળશે.

ટીઝર વિશે વાત કરીએ તો, બેકગ્રાઉન્ડમાં રણબીર કપૂરનો અવાજ આવી રહ્યો છે, જે તેના પિતા વિશે જણાવી રહ્યો છે. એક્ટર કહી રહ્યા છે કે, ‘પાપા આવતા જન્મમાં તમે મારા પુત્ર બનજો, પછી જોજો હું તમને કેવી રીતે પ્રેમ કરું છું અને તમે શીખજો. કારણ કે તેના પછીના આગળના જન્મમાં ફરી એકવાર હું તમારો દીકરો અને તમે મારા પાપા. ત્યારે પાપા તમે તમારી રીતે પ્રેમ કરજો મારી રીતથી નહીં. તમે સમજી રહ્યા છો ને પાપા ! બસ તમે સમજી લો તે જ પૂરતું છે.

ડાયરેક્ટર રેડ્ડી વાંગાએ તેના ભાઈ પ્રણય રેડ્ડી સાથે મળીને ભદ્રકાલી પિક્ચર્સ નામની એક કંપની શરૂ કરી છે, જે ટી સીરીઝની સાથે મળીને રણબીર કપૂરની આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code