
જયશંકરે યુએનજીએમાં યુક્રેન પર કહ્યું- અમે શાંતિના પક્ષમાં છીએ, ચીન અને પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું
દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે આતંકવાદ પ્રત્યે બારાત ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. આતંકવાદનો બચાવ કરનારાઓને પણ ખુલ્લા પાડવામાં આવશે.ભારત આતંકવાદની સખત નિંદા કરે છે.ભારત વર્ષોથી સરહદ પારથી આતંકવાદને સહન કરી રહ્યું છે.આના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ કરીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ન્યુ ઈન્ડિયાનો વિશ્વાસ છે.પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર પાંચ શપથ લીધા છે. વર્ષ 2022 ભારત માટે ઘણું મહત્વનું રહ્યું છે. ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત વૈશ્વિક સુધારણામાં યોગદાન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે પડકારોને કારણે ભારતે કોરોના સમયગાળા દરમિયાન 100 દેશોને રસી સપ્લાય કરી છે.
આ સિવાય જયશંકરે કહ્યું કે,આ બેઠક પડકારજનક સમયમાં યોજાઈ રહી છે.ભારત યુક્રેન પર પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે.વિવાદોને શાંતિ, સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલવા જોઈએ. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે અમે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે પ્રતિબદ્ધ છીએ. વૈશ્વિક પુરવઠામાં સુગમતા હોવી જોઈએ. દુનિયાએ સંકુચિત માનસિકતામાંથી બહાર આવવું જોઈએ.