
જમ્મુ -કાશ્મીર: પુલવામા હુમલાની ચોથી વર્ષગાંઠ,શહીદ જવાનોને લેથપોરામાં અપાશે શ્રદ્ધાંજલિ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આત્મઘાતી હુમલાની ચોથી વરસી છે.CRPFના લેથપોરા કેમ્પ સ્થિત શહીદ સ્મારક ખાતે 40 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. CRPF જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ડીજી દલજીત સિંહ ચૌધરી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે.
રક્તદાન શિબિર સાથે વિશેષ શસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે.ચાર વર્ષ પહેલાં થયેલા આતંકી હુમલાની પ્રથમ વર્ષગાંઠ પર 40 સીઆરપીએફ જવાના લોકોએ પોતાનો જીવ આપ્યો, તે 40 સીઆરપીએફ જવાનાની યાદમાં લેથપોરા ખાતે એક સ્મારક સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સીઆરપીએફના 185 બટાલિયન શિબિરમાં સ્મારકની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં જૈશ આતંકવાદી આદિલ અહમદ ડારે એક વિસ્ફોટકથી ભરેલી કારને સુરક્ષા દળોના કાફલામાં લગાવી હતી.તે બધા 40 જવાનનાં ફોટો સાથે, તેમના નામ અને સીઆરપીએફના સૂત્ર ‘સેવા અને નિષ્ઠા’ પણ સ્મારક પર લખાયેલ છે