Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ હીરાનગરમાં પોલીસ અને ભારતીય સેનાની ઘેરાબંધી અને તાપાસ યથાવત

Social Share

નવી દિલ્હીઃ ભારતીય સેના જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને હિરાનગરના સાનિયાલ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષા દળોને આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સાનિયાલ હીરાનગર વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.

ભારતીય સેનાના રાઈઝિંગ સ્ટાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર લખ્યું, “આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે, 23 માર્ચ 2025 ના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસ અને રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના સૈનિકોએ હીરા નગરના સાનિયાલ વિસ્તારમાં એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન હજુ પણ યથાવત છે.

કઠુઆના હીરાનગર વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર શરૂ કર્યો હતો ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે કઠુઆના હીરાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારની ઘટનાની જાણ થઈ હતી. સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. યુએવી આ વિસ્તારમાં થતી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મદદ કરી રહ્યા છે.