Site icon Revoi.in

જમ્મુ અને કાશ્મીર: ત્રણ રાજકીય સંગઠનો અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી અલગ થયું

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ ભારતના બંધારણમાં લોકોના વિશ્વાસનું મજબૂત પ્રતિબિંબ છે. અત્યાર સુધીમાં અગિયાર સંગઠનો અલગતાવાદથી દૂર થયા છે.

જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી આજે વિકાસલક્ષી પરિયોજનાઓની સમીક્ષા કરવા માટે શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ 3જી જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓ સહિત વ્યાપક સુરક્ષા સમીક્ષાનું નેતૃત્વ પણ કરશે.