Site icon Revoi.in

લગ્ન પ્રસંગમાં રોટલી પીરસવાના મુદ્દે જાનૈયા અને માંડવિયા બાખડી પડ્યાં

Social Share

અમરેલી, 27 જાન્યુઆરી 2026:  જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે યોજાયેલા એક લગ્નના જમણવારમાં રોટલી ધટતા અને રોટલી વધુ આપવા બાબતે જાનૈયા અને માંડવિયા વચ્ચે ભારે મારામારી થઈ હતી. અને ફોરવ્હીલ પણ બહાર પાર્ક કરેલા બાઈક સહિત વાહનો પર ચડાવાની ઘટના બની હતી. આ ઘટનામાં બંને પક્ષનાં અનેક લોકો ઘવાતા આ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ધારી તાલુકાના ખીસરી ગામે રહેતાં બાબુભાઇ દામાભાઇ ચારોલીયાની દીકરી સોનલના લગ્ન પ્રસંગમાં બપોરનાં 1-30 વાગ્યાનાં સમયે જમણવાર ચાલુ હતો. તે દરમિયાન રોટલી ધટતા દેવળીયા ગામે રહેતાં આરોપી અંકીતભાઇ ઉર્ફે દિનેશભાઇ વિનુભાઇ વાઘેલાએ વિપુલભાઇ દામાભાઇ ચારોલીયાને રોટલી વધુ આપવા ગાળો આપી હતી. જેથી ગાળો આપવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. અને વિપુલભાઇનું ગળુ પકડી માર મારતા વિપુલભાઇ ડરીને બાબુભાઇ દામાભાઇ ચારોલીયાના ઘર તરફ ભાગવા લાગેલ જેથી  બાબુભાઇ તથા અન્ય લોકો વિપુલભાઇને વધુ મારમાંથી બચાવવા સારૂ પાછળ જતા આરોપી અંકીતભાઇ ઉર્ફે દિનેશભાઇ વિનુભાઇ વાઘેલા સહિત પાંચ આરોપીઓએ  એક સંપ કરી, ગેરકાયદે મંડળી રચી, પોતાના હાથમાં લાકડી અને લાકડાના ધોકા જેવા હથિયારો લઈ અને તે હથિયારો વડે કેશુભાઈને આડેધડ માર મારી કેશુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા કરી, તથા અન્ય લોકોને માર મારી સામાન્ય ઇજાઓ કરી હતી.

અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતાં આરોપી ભરત વિનુભાઇ વાઘેલાએ દીકરીનાં બાપ બાબુભાઇ દામાભાઇ ચારોલીયા તથા અન્ય લોકોને મારી નાખવાના ઇરાદે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ બોલેરો કાર ચાલુ કરી ફુલ સ્પીડમાં ચલાવી અને તેઓ પર ચડાવી દેતા પ્રકાશભાઇની માથે બોલેરો ફોરવ્હીલ ચડાવી દઇ તેને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી. તેમજ  ધારી તાલુકાના સરસીયા ગામે રહેતાં પરેશભાઇ ભનુભાઇ માથાસુળીયા નામનાં આરોપીએ પોતના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી પુરઝડપે ચલાવી બાબુભાઇ તથા અન્ય લોકોને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ચડાવવા જતા બહાર પડેલા મોટર સાયકલો ઉપર તેની કાર ચડી જતા તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

જ્યારે સામા પક્ષે આ જ બનાવમાં અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતાં વિનુભાઇ ભગવાનભાઇ વાઘેલા પૌત્ર મંગળુભાઇ મનીષભાઇ વાઘેલાની જાન ખીસરી ગામે આવેલ હોય અને લગ્ન પ્રસંગની જમણવારી ચાલુ હોય ત્યારે આ વૃધ્ધ તથા તેમનાં દિકરા દિનેશભાઇ ઉર્ફે અંકીતભાઇ વધુ રોટલી લેવા માટે ત્યારે આરોપી વિપુલભાઇ દામાભાઇ ચારોલીયાએ દિનેશભાઇ ને વધુ રોટલી આપવાની ના પાડી બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગેલ અને ઢીકાપાટુના માર માર્યો હતો. ત્યાર વિનુભાઈ અન્ય લોકો સાથે ખીસરી ગામના પુલ ઉપર જતા રહેલ હતા. ત્યાં ધારી તાલુકાના ખીસરી ગામે રહેતાં  આરોપી વિપુલભાઇ દામાભાઇ ચારોલીયા, હસમુખભાઇ દામાભાઇ ચારોલીયા, બાબુભાઇ દામાભાઇ ચારોલીયા, ભાવેશભાઇ જેહાભાઇ ચારોલીયા તથા જેહાભાઇ વાલાભાઇ ચારોલીયાએ એકસંપ કરી ગેરાકાયદે મંડળી રચી પોતાના હાથમા લાકડી તથા લાકડાના ધોકા લઇને પુલ ઉપર જઇ આ વૃધ્ધને ડાબા કાન ઉપર લાકડીનો એક ધા મારી દઇ ગંભીર ઇજાઓ કરી હતી. અને દિનેશ ઉર્ફે અંકીત તથા ભરતભાઇ વિનુભાઇ તથા રોહીત ભુપતભાઇ વાઘેલા વચ્ચે પડી વૃધ્ધને વધુ મારમાંથી બચાવેલ હતા. તથા અન્ય લોકોને નાની મોટી ઈજાઓ કર્યાની તથા વૃધ્ધ સહિતને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામી ફરિયાદ નોંધવામાં આવી છે.

Exit mobile version