1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં સ્ટોપેજ નહીં અપાતા નારાજગી
કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં સ્ટોપેજ નહીં અપાતા નારાજગી

કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં સ્ટોપેજ નહીં અપાતા નારાજગી

0
Social Share

આણંદઃ કેવેડિયા કોલોની યાને એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે જનશતાબ્દી એકસપ્રેસ ટ્રેન મહિનાઓ પહેલા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પહેલા દિવસે માત્ર સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ સમાં નડિયાદ અને આણંદ રેલ્વે સ્ટેશન પર માત્ર સ્વાગત કરવા પુરતું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. હરખ પદુડા નેતાઓએ સ્વાગત કરીને સંતોષ માન્યો હતો. પરંતુ કાયમી સ્ટોપેજ ન અપાતા સરદાર પટેલ વતનને ભારે અન્યાય કરવામાં આવ્યો હતો.જેને લઇને બંને જિલ્લામાં ભારે નારાજગી વ્યકત કરી હતી. ત્યારબાદ ખેડા જિલ્લા ભાજપના નેતાઓ નડિયાદ ખાતે જનશતાબ્દી સ્ટોપેજ અપવા માટે સતત સક્રિય રહ્યાં હતા.તેના ફળ સ્વરૂપે આખરે રેલ્વે તંત્ર ઝૂકી ગયું હતું. નડિયાદ સ્ટેશન ખાતે 9મી માર્ચે જનશતાબ્દી ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતાં સરદાર પ્રેમિઓ ખુશી વ્યાપી ગઇ છે.જયારે આણંદ એટલે સરદાર પટેલની કર્મભૂમિ ખાતે સ્ટોપેજ આજે પણ આપવામાં આવ્યું નથી.આણંદ જિલ્લાના નેતાઓ રેલવે કોઇ જ વજન ન પડતાં પાંગળા સાબિત થયા છે.

સૂત્રોના જણાવ્યા  મુજબ આગામી 9મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદના સ્ટેશને ઉભી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઇચ્છુક નડિયાદ સહિત ખેડા જિલ્લાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપાઈ છે. 9મી માર્ચથી જનશતાબ્દિ ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જ્યારે આ ટ્રેનને આણંદ રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. ત્યારે આણંદને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી ઊઠી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code