- સીએમ સોરેને ઘટનાની તપાસના આદેશ આપ્યા
- જવાબદાર હોસ્પિટલના સ્ટાફને સસ્પેન્ડ કરાયાં
નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત થયા. મુખ્યમંત્રી હેમંત સોરેને જવાબદાર સિવિલ સર્જન, લેબ ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે, અસરગ્રસ્ત બાળકોના પરિવારોને બે લાખ રૂપિયાની સહાય અપાશે, જ્યારે રાજ્ય સરકાર તમામ અસરગ્રસ્ત બાળકોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. દરમિયાન, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ રાજ્ય સરકાર અને રાજ્યની નબળી આરોગ્યસંભાળ વ્યવસ્થાની ટીકા કરી છે. તેમણે પીડિતોને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી પણ આપી છે.

