Homeગુજરાતીજૂનિયર એનટીઆરનો જન્મદિવસ, RRR ફિલ્મથી થશે કોમારામ ભીમનો ખુલાસો 

જૂનિયર એનટીઆરનો જન્મદિવસ, RRR ફિલ્મથી થશે કોમારામ ભીમનો ખુલાસો 

  • જૂનિયર એનટીઆરનો આજે જન્મદિવસ
  • ફિલ્મ RRRમાં ભૂમિકા ભજવશે જૂનિયર એનટીઆર
  • છેલ્લા કેટલાક સમયથી છે ચર્ચામાં

મુંબઈ: ફિલ્મ RRRની જ્યારથી એનાઉંસમેન્ટ થઈ છે ત્યારથી ખુબ ચર્ચામાં બની રહી છે. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર, રામચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મના દરેક કેરેક્ટરના લુક રિલીઝ કરવામાં આવ્યા છે અને ત્યારે જૂનિયર એનટીઆરના કોમારામ ભીમના પોસ્ટરથી તેઓ ખુબ ચર્ચામાં રહ્યા છે.

RRR ફિલ્મના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેંડલમાં જાહેરાત કરવામાં આવી છે કે, ગુરુવારએ એક્ટરના જન્મદિવસ પર કોમારામ ભીમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવશે. જો કે ચાહકો ફિલ્મના નવા પોસ્ટરને લઈને ભારે ઉત્સાહીત પણ છે.  જુનિયર એનટીઆરએ જન્મદિવસ પહેલા ચાહકો પાસેથી ખાસ ગિફ્ટની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ મહામારીના સમયમાં તમે મને આપી શકો તે સૌથી મોટી ભેટ ઘરે રહીને સ્થાનિક લોકડાઉન નિયમોનું પાલન કરવું છે.આ સાથે તેમણે જરૂરીયાતમંદ લોકોની મદદ કરવાનું પણ કહ્યું છે જેથી આપણે વહેલી તકે આ મહામારીથી યુદ્ધ જીતી શકીએ.

ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન એસ.એસ.રાજામૌલીએ કર્યું છે જેમણે બાહુબલી ફિલ્મ બનાવી હતી. તે ફિલ્મની જેમ  રાજામૌલી પણ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવા માટે તૈયાર છે. તે એક પિરિયડ એક્શન ફિલ્મ છે જે પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલુરી સીતારામારાજુના યુવા દિવસોની કાલ્પનિક સ્ટોરી છે. બહુ રાહ જોઈ રહેલ પેન-ઇન્ડિયા ફિલ્મ દશેરાના શુભ પ્રસંગે 13 ઓક્ટોબર, 2021ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ અને ઘણી અન્ય ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img