1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લીંબડી હાઇવે પર ટ્રકમાંથી એક કરોડની કિંમતના પાર્સલોની ચોરી કરનારી MPની કંજર ગેંગ પકડાઈ
લીંબડી હાઇવે પર ટ્રકમાંથી એક કરોડની કિંમતના પાર્સલોની ચોરી કરનારી  MPની કંજર ગેંગ પકડાઈ

લીંબડી હાઇવે પર ટ્રકમાંથી એક કરોડની કિંમતના પાર્સલોની ચોરી કરનારી MPની કંજર ગેંગ પકડાઈ

0

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર 24 કલાક ટ્રાફિક ધમધમતો હોય છે. ત્યારે ગત તા. 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ લીંબડી પાસે એક બંધબોડીના ટ્રકનો બાઈક પર પીછો કરીને ટ્રકના પાછળના દરવાજાના લોક તોડીને મોબાઈલ ફોનના કિંમતી પાર્સલોની ચોરી થઈ હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને મધ્યપ્રદેશની કરંજ ગેન્ગના 6 શખશોને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે ગઇ તા. 6/1/23ના રાત્રીના સમયે પસાર થતી આયસર બંધ બોડીના  ટ્રકમાં  કુલ 719 પાર્સલ ભરેલા હતા. ત્યારે આ ટ્રકનો  અજાણ્યા આરોપીઓએ મોટર સાયકલથી પીછો કરી ચાલુ આયસરની પાછળ ચડી બંધ બોડીના પાછળના દરવાજાના લોક તોડી ટાટા સ્કાયનો સામાન, હેડફોન, પાવરબેક, ઓટો મોબાઈલ્સ કે જેમાં પોલીસના નાના આર્ટીકલ, લેપટોપ તથા અલગ અલગ કંપનીના મોડલના મોબાઈલ ફોન નંગ 259 તથા પ્રિન્ટીંગના રોલ, ઘડીયાળ, વગેરે ચીજવસ્તુઓના પાર્સલ જેની  કુલ કિં. રૂા.1,07,17,133ના મતાની ચોરી કરી નાસી જઈ ગુનો કર્યા અંગેની જાહેરાત થતા લીંબડી પો.સ્ટે.ગુનો રજી. કરવામાં આવ્યો હતો. આ ગુનો બન્યા બાદ તુરત જ અશોકકુમાર યાદવ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સુચના માર્ગદર્શન હેઠળ હરેશ દૂધાત પો.અ. સુરેન્દ્રનગર દ્વારા સદર ગુનો શોધી કાઢવા અને ચોરીમાં ગયેલો મુદામાલ સાથે આરોપીઓને શોધી પકડવા કાર્યવાહી હાથ ધરી સી.પી. મુંધવા ના.પો.અ. લીંબડી ડીવી. વી.વી. ત્રિવેદી, પો.ઈ. એલસીબી તથા એલસીબી સ્ટાફ એસ.એમ. જાડેજા, પો.ઈ. એસઓજી તથા એસઓજી સ્ટાફ લીંબડી ડીવી.ના અલગ અલગ પો.સ્ટે.ની ટીમો બનાવી ગુનો શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલીસ દ્વારા ગુના વાળી જગ્યાની વિઝીટ કરી હાઈવે પરની હોટલો, પેટ્રોલપંપ, ટોલટેક્સ સહિતની જગ્યાઓ ચેક કરી, સીસીટીવી ફુટેજ તપાસી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. અને તપાસના અંતે ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી ચોક્કસ હકીકત મળેલી કે મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ દ્વારા આવા ગુનાઓ દ્વારા આચરવામાં આવ્યા છે. તે હકીકત હાધારે પો.અ. દૂધાત દ્વારા એસઓજી પો.ઈ. એસ.એમ. જાડેજા, એલસીબી પીએસઆઈ વી.આર. જાડેજા, એલસીબી સ્ટાફની એક ટીમ બનાવી તાત્કાલીક મધ્યપ્રદેશમાં તપાસમાં મોકલવામાં આવતા ટીમ દ્વારા રાજ્યમાં ધામા નાખી ઈન્દોરમાં ચોર મુદામાલની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન મધ્યપ્રદેશની પ્રખ્યાત કંજર ગેંગના છ આંતરરાજય આરોપીઓને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. અને મજકુર આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 127  જેની કિંમત રૂા. 752094,834 તથા ટેબ્લેટ નંગ 140  જેની કિંમત. રૂા.11,20,000 મળી કુલ કિંમત રૂા.18,72,094 મુદામાલ કબ્જે કરી મુદામાલ સાથે આરોપીઓને અત્રે લાવી આગળની કાર્યવાહી અર્થે પો.સ્ટે. ખાતે સોંપતા પો.સ.ઈ. કુરેશીએ મુદામાલ તથા આરોપીઓનો ક્બ્જો સંભાળી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.