1. Home
  2. ગુજરાતી
  3. કન્નડ સુપર હિટ ફિલ્મ ‘કાંતારા’ને ઓસ્કારની 2 કેટેગરીમાં મળ્યું સ્થાન 
કન્નડ સુપર હિટ ફિલ્મ ‘કાંતારા’ને ઓસ્કારની 2 કેટેગરીમાં મળ્યું સ્થાન 

કન્નડ સુપર હિટ ફિલ્મ ‘કાંતારા’ને ઓસ્કારની 2 કેટેગરીમાં મળ્યું સ્થાન 

0
Social Share
  • સાઉથની ફિલ્મને ઓસ્કારમાં  બે કેટેગરીમાં મળી એન્ટ્રી
  • કાંતારા ફિલ્મ રહી છે સુપર હિટ

મુંબઈઃ- હાલ બોલિવૂડ જગતની જો વાત કરવામાં આવે તો સાઉથની ફઇલ્મોનો દબદબો જોવા મળે છે,સાઉથની ઘણી ફિલ્મો વિતેલા વર્ષ દરમિયાન સુપર હિટ રહી છે ત્યારે હવે કાંતારા ફિલ્મને ઓસ્કારમાં નોમિનેટ કરવામાં આવી છે,કાંતારા ફિલ્મે સિનેમાઘરોમાં શાનદાર કમાણી કરી છે.

વર્ષ 2023ની શરૂઆત સાઉથ સિનેમા માટે ઘણી ધમાકેદાર રહી છે. કારણ કે અભિનેતા ઋષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને અભિનિત કન્નડ ફિલ્મ કાંતારાએ શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં એકેડેમી એવોર્ડની ક્વોલિફાય  યાદીમાં સ્થાન મેળવ્યું છે.

સુપર હિટ ફઇલ્મ કાંતારાએ ઓસ્કારની બે કેટેગરીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, વિવેક રંજન અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ પણ વિવાદોની યાદીમાં સ્થાન મેળવી ચુકી છે. હવે કન્નડ ફિલ્મો કાંતારા અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઓસ્કાર એવોર્ડ માટે અંતિમ નામાંકન માટે લાયક બની ગઈ છે. આ પહેલા એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બેસ્ટ ઓરિજિનલ સ્કોર કેટેગરીમાં નોમિનેશનના વોટિંગ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

 ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક ફિલ્મ કાંતારા એ હિન્દીમાં રિલીઝ થયા બાદ પણ જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મની વાર્તા રિષભ શેટ્ટીએ લખી છે. આની સાથે અભિનય ઉપરાંત ઋષભ શેટ્ટી આ ફિલ્મના નિર્દેશક પણ છે. ફિલ્મના દિગ્દર્શક ઋષભ શેટ્ટીએ પોતે ટ્વિટર દ્વારા ઓસ્કારમાં ફિલ્મની એન્ટ્રીની જાણકારી આપી છે. રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડની યાદી માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code