કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યામાં નવું પાસુ ખૂલ્યું ,શૂટરની પ્રેમિકા હતી હત્યાનું કારણ
જયપુર – રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા બાદ આ કેસ સમગ્ર દેશમાં ચાચાનો વિષે બન્યો છે ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે હત્યા કેસમાં તેમની કથિત સંડોવણી માટે સોમવારે જયપુર પોલીસે જે ત્રણ વ્યક્તિઓને પકડ્યા છે તેમાં બે શૂટર્સનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડની ચંદીગઢની એક હોટલ બહારથી ધરપકડ કરવામાં આવી હતી. 5 ડિસેમ્બરના રોજ શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ નવીન શેખાવત સાથે સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે ગયા અને થોડીવાર તેમની સાથે વાત કર્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. નીતિન અને રોહિતે નવીન શેખાવતને પણ ગોળી મારી હતી.આ સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થાય હતા ત્યાર બાદ કરણી સેનાના સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને જયપુર બંધ પાલવમાં આવ્યું હતું .
હવે શૂટર દ્વારા હત્યા કરવાના મામલે શૂરતની પ્રેમિકાની આ કેસમાં એન્ટ્રી થઈ છે ,જાણકારી પ્રમાણે સુખદેવ સિંહની હત્યાના કારણોને લઈને એક નવી માહિતી સામે આવી છે, જે આશ્ચર્યજનક છે.કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યાનો માસ્ટરમાઈન્ડ અને ગેંગસ્ટર રોહિત ગોદારા ગોગામેડીથી નારાજ હતો. વાત જાણે એમ હતી કે વર્ષ 2017 માં, કુખ્યાત અપરાધી આનંદપાલના મૃત્યુના વિરોધમાં એક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીબીઆઈને આ મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન વિરોધમાં સામેલ સુખદેવ ઉભો થઈને વચ્ચે જ ચાલ્યો ગયો હતો જેનાથી રોહિત ગોદારા નારાજ થઈ ગયો હતો અને તેણે તેને પોતાનો દુશ્મન બનાવી લીધો હતો.
હત્યાનું બીજું કારણ એવું કહેવાય છે કે સુખદેવ સિંહ ગોગામેડી શૂટર રોહિત રાઠોડની ગર્લફ્રેન્ડની નજીક બની ગયો હતો. આ કારણે પણ રોહિત ગોદારા નારાજ હતો અને સુખદેવસિંહ ગોગામેડી સામે નારાજગી હતી.
રિપોર્ટ અનુસાર, રોહિત રાઠોડની ગર્લફ્રેન્ડે તેના વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો, જેના કારણે રોહિતને જેલમાં જવું પડ્યું હતું. આ સમય દરમિયાન સુખદેવ તેની ગર્લફ્રેન્ડની વકીલાત કરી રહ્યો હતો, જેના કારણે સુખદેવ સામેનો ગુસ્સો વધુ વધી ગયો હતો.
એટલુંજ નહીં તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે હુમલાનો માસ્ટર માઈન્ડ રોહિત ગોદારા માત્ર સિગ્નલ એપ દ્વારા જ નહીં શૂટર્સના સતત સંપર્કમાં હતો.આ ઓપરેશન દરમિયાન હત્યા પહેલા અને પછી ચરણ અને રોહિત રાઠોડ સતત ફોન પર વાત કરતા હતા. ગત સોમવારે પોલીસે એર હોસ્ટેસ તરીકે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીનું નામ પૂજા સૈની છે. આ હત્યા કેસમાં શૂટરોને હથિયારો પૂરા પાડવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત તેણે સુખદેવ સિંહની શોધખોળ કરવામાં પણ મદદ કરી હતી.