Site icon Revoi.in

ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા

Social Share

અમદાવાદઃ શહેરની ખ્યાતિ હસ્પિટલ દ્વારા ગામડાંમાં કેમ્પો યોજીને દર્દીઓના આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવીને ન જરૂર હોવા છતાંયે હાર્ટ સર્જરી કરવામાં આવતી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશથી આવતા 65 દિવસે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહોતા. તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ પણ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો નહીં. એવું પોપટની જેમ બાલીને પોલીસને નિવેદન આપી રહ્યો છે. દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલને 10 દિવસના રિમાન્ડ અપાયા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પણ કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલકાંડ કૌભાંડના પુરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. કાર્તિક પટેલનું  રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરાતા 10 દિવસના રિમાન્ડ અપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલની પ્રાથમિક પૂછતાછ કરવામાં આવતા પોપટની જેમ પોલીસ સમક્ષ નિવેદનો આપી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ જ્યારે તેને પૂછી રહી હતી કે, તારી સામે ત્રણ ફરિયાદ અમદાવાદમાં અને એક પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે ત્યારે તેણે સામેથી કહ્યું કે, સાહેબ મારી સામે હજી એક ઈડીનો ગુનો છે અને તે કેસનો નંબર પોપટની જેમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સામે બોલવા લાગ્યો હતો એટલે તેને તમામ વાતની ખબર હતી કે તે હવે કોઈપણ રીતે બચી શકશે નહીં.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ આરોપી કાર્તિક પટેલ 3જી  નવેમ્બરે જ ઓસ્ટ્રેલિયા જવા નીકળી ગયો હતો અને પછી 11 નવેમ્બરે ન્યૂઝિલેન્ડ ગયો. પરંતુ ખ્યાતિકાંડ થતા તે ત્યાંથી દુબઈ ભાગી ગયો હતો. તો બીજી તરફ અમદાવાદમાં તેના સાથીઓ પકડાઈ રહ્યા હતા. જો કે તેની અમદાવાદ આવવા પાછળની કહાની ખૂબ જ રોચક છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે એરપોર્ટ પરથી ધરપકડ કરી તેના પરિવારજનોને જાણ કરી તો કોઈ તેને જોવા સુદ્ધા પણ ન આવ્યું. જ્યારે કાર્તિક પટેલ દુબઈથી આવ્યો ત્યારે તેની પાસે એક ટી-શર્ટ, એક પેન્ટ, એક જોડી સ્લીપર અને માત્ર નવો ફોન હતો તેણે જ પોતાનો જૂનો ફોન ઓસ્ટ્રેલિયામાં ખોવાઈ ગયો હોવાનો દાવો કરી રહ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે હાલ કુલ પાંચ કેસની તપાસ છે જેમાં તેની સામે અલગ અલગ પુરાવા છે. કાર્તિક પટેલ જ્યારે વોન્ટેડ હતો ત્યારે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે છેલ્લા દસ દિવસથી તે રોજ દુબઈથી અમદાવાદ આવવાની ટિકિટ બુક કરાવતો હતો. પોલીસે પણ આ વિશે થોડી માહિતી ભેગી કરી છે. પરંતુ અત્યાર સુધી બુક કરાવેલી ટિકિટમાં તેણે ટ્રાવેલિંગ કર્યું નહીં અને તે એક રીતે તપાસ એજન્સીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હોવાની વિગતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે તેની પાસેથી કઈ કઈ વસ્તુઓ છે તે જાણવા પ્રયાસ કરતા ત્યારે તેની પાસે એકદમ નવો આઇફોન હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હવે પોલીસ દ્વારા કોઈ ડેટા મળશે કે નહીં તે દિશામાં પણ ટેકનિકલ એક્સપોર્ટની મદદ લેવામાં આવી રહી છે. પરંતુ તે જુનો ફોન ઓસ્ટ્રેલિયામાં ખોવાઈ ગયો હોવાનું રટણ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી ક્યારેય પણ ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરી નથી એવું પણ જાણવા મળ્યું છે. જો કે તે જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તેની પાસેથી ઇકોનોમિ ક્લાસની ટિકિટ મળી હતી