કાશ્મીરીઓએ ઈરાનને મદદ કરવા નાણા, તાંબા-કાંસાનાં વાસણો, ઘરેણાં દાન કર્યાં
શ્રીનગર, 23 માર્ચ, 2026- Kashmiris donate money to help Iran ઈરાની ધાર્મિક વડા ખામેનેઈની હત્યા બાદ શેરીઓમાં આવીને દેખાવો અને રોકકળ કરતા કાશ્મીરી મુસ્લિમો હવે ઈરાનને આર્થિક મદદ કરવા કાશ્મીરીઓ પોતાની બચત, ઘરેણાં, વાસણો બધું જ આપવા આગળ આવી રહ્યા છે. જોકે, આ વાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ દેશના અન્ય નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ એ જ કાશ્મીરીઓ છે જેમણે કાશ્મીરી પંડિતો માટે કદી એક રૂપિયો પણ મદદ કરી નહીં અને હવે છેક ઈરાનને મદદ કરવા દોડાદોડી કરે છે.
આ પણ વાંચોઃ જુઓ VIDEO: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધને 24 દિવસ થઈ ગયા છે અને ઈરાનને મોટા પાયે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે ઈરાનને ફરીથી બેઠું કરવા અને તેના પુનઃનિર્માણ માટે પૈસા તથા પોતાના ઘરેણાં દાન કરનારા ભારતીયોની “દયા” અને “માનવતા” બદલ આભાર માન્યો છે. ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે તે કાશ્મીરીઓની આ ઉદારતાને હંમેશા યાદ રાખશે. ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “અમે તમારી દયા અને માનવતાને ક્યારેય ભૂલીશું નહીં. આભાર.”
ઈદના અવસરે દેશભરના મુસ્લિમ સમુદાયના લોકોએ ઈરાન પ્રત્યે એકજૂથતા દર્શાવી હતી. કાશ્મીરમાં તો લોકોએ, અહીં સુધી કે નાની બાળકીઓએ પણ પોતાની બચત, તાંબાના વાસણો અને ઘરેણાંનું દાન કર્યું હતું. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઈરાની દૂતાવાસે લખ્યું, “કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, અમે કાશ્મીરના દયાળુ લોકોનો નિષ્ઠાપૂર્વક આભાર માનીએ છીએ, જેઓ માનવીય સહાય અને હૃદયપૂર્વક સમર્થન આપીને ઈરાનના લોકોની સાથે ઊભા રહ્યા. આ ઉદારતાને ક્યારેય ભૂલાશે નહીં. આભાર.”
દૂતાવાસે એમ પણ કહ્યું, “કાશ્મીરી બાળકો પણ ઈરાનને ભેટ તરીકે પોતાની ગલ્લક (પિગી બેંક) આપી રહ્યા છે. અલ્લાહ તમને આશીર્વાદ આપે.”

ઈરાનના સમર્થનમાં આવ્યું કાશ્મીર
બડગામના સ્થાનિક લોકોએ ઈરાનને સમર્થન આપવા માટે સોનું, ચાંદી અને રોકડ દાનમાં આપી છે, જેના દ્વારા તેમણે ઈરાન પ્રત્યે પોતાની એકતા દર્શાવી છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, બડગામના મોહસિન અલીએ જણાવ્યું કે દાન એકત્ર કરવા માટે મસ્જિદ ઈમામ ઝમાનમાં એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. મોહસિન અલીએ કહ્યું, “મસ્જિદ ઈમામ ઝમાનમાં અમે દાન એકત્ર કરવાના સાચા ઉદ્દેશ્યથી એક સ્ટોલ લગાવ્યો. અમારી માતાઓ અને બહેનો આભૂષણો, તાંબાના વાસણો અને રોકડ આપી રહી છે જેથી અમે વર્તમાન પરિસ્થિતિમાં ઈરાનની મદદ કરી શકીએ.”
#WATCH | Budgam, Kashmir: Locals in Budgam have donated gold, silver, and cash to support Iran in the wake of the Gulf War crisis, showing their solidarity with Iran. pic.twitter.com/B8CfNMiCLi
— ANI (@ANI) March 22, 2026
તેમણે ઉમેર્યું કે તેઓ ઈરાન જઈને મદદ કરી શકે તેમ નથી, તેથી ઓછામાં ઓછી આર્થિક સહાય આપીને ઈરાનને મદદ કરી શકે છે અને માનવતાની સેવા કરી શકે છે.


