HomeAgency NewsBreaking News: અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પાંચ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી

Breaking News: અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પાંચ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી

વૉશિંગ્ટન ડીસી, 23 માર્ચ, 2026- US Iran War અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ યુદ્ધ હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, પાંચ દિવસ સુધી ઈરાન ઉપર કોઈ હુમલા નહીં થાય અને એ દરમિયાન ઈરાની નેતાગીરી સાથે વાતચીત કરવામાં આવશે. જો એ વાતચીત નિષ્ફળ જશે તો આગળના પગલાંની વિચારણા કરવામાં આવશે.

ઈરાન સાથેના યુદ્ધને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે હાલમાં ઈરાન પરના હુમલા રોકી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, “અમે અમારા યુદ્ધ વિભાગને આગામી 5 દિવસ સુધી ઈરાન પર હુમલા ન કરવાનો આદેશ આપ્યો છે.” તેમણે ઉમેર્યું કે આગળની યોજના હવે પરસ્પર વાતચીત બાદ નક્કી કરવામાં આવશે. ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો હાલમાં 24 મો દિવસ ચાલી રહ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે આ વિષય પર તેમની વાતચીત થઈ છે. અમેરિકી પ્રમુખના જણાવ્યા મુજબ, છેલ્લા 2 દિવસમાં ઈરાન સાથેની વાટાઘાટો ઘણી સારી રહી છે અને આગામી 1 અઠવાડિયા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર શું લખ્યું?

“મને જણાવતા આનંદ થાય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસમાં મધ્ય પૂર્વમાં અમારી શત્રુતાના સંપૂર્ણ અને વ્યાપક ઉકેલને લઈને ખૂબ જ સારી અને ઉત્પાદક વાતચીત થઈ છે. આ ગહન, વિગતવાર અને રચનાત્મક વાટાઘાટોના સૂર અને સંકેતોના આધારે, મેં યુદ્ધ વિભાગને સૂચના આપી છે કે ઈરાની પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા માળખાગત સુવિધાઓ વિરુદ્ધના કોઈપણ અને તમામ લશ્કરી હુમલાઓને 5 દિવસના સમયગાળા માટે સ્થગિત કરવામાં આવે. આ વાટાઘાટો આખું અઠવાડિયું ચાલુ રહેશે. હુમલાઓ પરની આ રોક ઈરાન સાથે ચાલી રહેલી બેઠકો અને ચર્ચાઓની સફળતા પર આધારિત રહેશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!”

US President Trump announces five-day ceasefire
US President Trump announces five-day ceasefire

દરમિયાન મળતી માહિતી મુજબ, ઈરાની મીડિયાએ પ્રમુખ ટ્રમ્પની મજાક ઉડાવી છે. ઈરાની મીડિયાએ કહ્યું કે, ટ્રમ્પ વધુ એક વખત ડરીને ઝૂકી ગયા છે. ઈરાની સત્તાવાળાઓ પણ આ વાત માનવા તૈયાર નથી અને કેટલાક સૂત્રોએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પની આ કોઈ ચાલબાજી લાગે છે.

જોકે, બીજી તરફ ટ્રમ્પની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ માર્કેટમાં પણ રાહત જોવા મળી છે. અમેરિકી પ્રમુખની જાહેરાત બાદ ક્રુડના ભાવમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સંબંધિત લેખો

Most Popular