1. Home
  2. Agency
  3. News
  4. કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુઃ UNમાં ભારતીય રાજદ્વારીનો જડબાતોડ જવાબ
કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુઃ UNમાં ભારતીય રાજદ્વારીનો જડબાતોડ જવાબ

કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુઃ UNમાં ભારતીય રાજદ્વારીનો જડબાતોડ જવાબ

0
Social Share

જીનિવા, 26 ફેબ્રુઆરી, 2026 – Kashmir’s budget કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુ છે તેમ જણાવી UNમાં ભારતીય રાજદ્વારીએ આજે પાકિસ્તાની અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપ્યો હતો. UN હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની 55 મી બેઠકમાં ભારતે પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જમ્મુ-કાશ્મીર વિશે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જડબાતોડ વળતો પ્રહાર કર્યો છે. ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાનની આ બધી વાતો ખોટો પ્રોપેગેન્ડા છે. OIC પાકિસ્તાનના ઈશારે નાચી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો હંમેશાથી ભાગ હતું, છે અને રહેશે.

OIC પાકિસ્તાનની કઠપૂતળી છે

અનુપમા સિંહે ભારત તરફથી ‘રાઈટ ઓફ રિપ્લાય’નો ઉપયોગ કરતા કહ્યું, ‘અમે પાકિસ્તાન અને OIC ના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવીએ છીએ. OIC પાકિસ્તાનની કઠપૂતળી બની ગયું છે અને તેના રાજકીય ફાયદા માટે અવાજ ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાનનો આ પ્રોપેગેન્ડા ઈર્ષ્યાથી ભરેલો છે. અમે તેને વધુ મહત્ત્વ આપવા માંગતા નથી, પરંતુ કેટલાંક તથ્યોથી તેને તોડીશું.’

તેમણે આગળ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ સંપૂર્ણપણે કાયદેસર હતું, જે 1947 ના ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ અને ઈન્ટરનેશનલ લો મુજબ થયું હતું. આ ક્યારેય બદલી શકાય તેમ નથી. અસલી સમસ્યા પાકિસ્તાનનો ભારતીય વિસ્તારો પર ગેરકાયદેસર કબજો છે. ભારત પાકિસ્તાનને અપીલ કરે છે કે તે આ વિસ્તારો ખાલી કરે.

જમ્મુ-કાશ્મીરની પ્રગતિ પાકિસ્તાનથી સહન થતી નથી

અનુપમા સિંહે જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની ચૂંટણીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ત્યાં રેકોર્ડ વોટર ટર્નઆઉટ થયો, જે દર્શાવે છે કે લોકો પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવી રહેલી આતંકવાદ અને હિંસાની વિચારધારાને નકારી ચુક્યા છે. હવે તેઓ વિકાસ અને લોકશાહીના માર્ગે ચાલી રહ્યા છે.

પાકિસ્તાન પર કટાક્ષ કરતા તેમણે ચિનાબ રેલ બ્રિજનું ઉદાહરણ આપ્યું. આ વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ છે, જે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં શરૂ થયો. અનુપમા સિંહે કહ્યું, ‘જો પાકિસ્તાન તેને ફેક માનતું હોય, તો તે ‘લા-લા લેન્ડ’માં જીવી રહ્યું છે. અથવા કદાચ તે એ સ્વીકારી જ નથી શકતું કે જમ્મુ-કાશ્મીરનું વિકાસ બજેટ પાકિસ્તાનના તાજેતરના IMF બેલઆઉટ પેકેજ કરતાં બમણાંથી પણ વધુ છે.’

PTI ન્યૂઝે આ વીડિયો શેર કર્યો છે, જેમાં અનુપમા સિંહનું આખું ભાષણ છે, જુઓ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code