- શરીરનું ધ્યાન રાખવું જરૂરી
- ફાસ્ટ ફૂડ ખાતા પહેલા રાખો આ ધ્યાન
- ધ્યાન નહીં રાખો તો થશે લિવરને નુક્સાન
કેટલાક પ્રકારના ફાસ્ટફૂડ એવા હોય છે કે જેમાં અનેક પ્રકારના કેમિકલ અને દ્રવ્યો હોય છે. આ કારણે તેને ખાવ તો ક્યારેક શરીરને નુક્સાન પણ થાય છે. આવામાં સરકાર દ્વારા તો કેટલાક રંગોને ફાસ્ટફૂડમાં ભેળવવા પર રોક લગાવવામાં આવી છે પરંતુ તો પણ કેટલાક લોકો ભેળસેળ કરતા હોય છે અને તે બાદ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ જોખમ ઉભુ થતું હોય છે.
ખાસ કરીને જો બાળકોની વાત કરીએ તો નાના બાળકોને આ પ્રકારનો ખોરાક આપવાનું ટાળવું જોઈએ જે બાળકો નાની વયે બહારનું જંકફૂડ આરોગતા હોય છે તેમને નાની વયે પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
જો તમે પણ તમારા બાળકોને બહારનું ફૂડ આપો છો તો હવે સાવધાન થી જજો, બાળકની પાચનક્રિયા બનળી પડી શકે છે સાથે જ બાળકને પેટને લગતી સમસ્યાઓ થી શકે છે. ફૂડથી લઈને ચીલી પનીર અને શાકભાજીમાં નાખવામાં આવતા આર્ટિફિશિયલ ફૂડ કલર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તે લિવરને નુકસાન પહોંચાડવા સિવાય કેન્સરને જન્મ આપી શકે છે.જે બાળકોને વહેલી અસર કરે છે.
નિષ્ણાતોના અનુસાર, જેને આપણે નાની મોટી ભેળસેળ સમજીને નજરઅંદાજ કરીએ છીએ, તે એક મોટી બીમારીનું કારણ બની શકે છે.ખાવાનો ટેસ્ટ વધારવા અને તેને જાળવી રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કલર જોઈને લોકોને ખાવાની ઈચ્છા થાય. મોટાભાગના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના સ્ટોલમાં ટોમેટો સોસ અને કેચપના નામે લોકોને માત્ર કલર અને સુગર મિક્સ કરીને આપવામાં આવે છે. સિન્થેટિક કલર ઉપરાંત બેસન અને મેંદાનો ઉપયોગ કરીને સોસ પણ તૈયાર કરવામાં આવે છે.