1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આપ’ની પરિવર્તન યાત્રાના સમાપન માટે કેજરીવાલ 6ઠ્ઠી જુને ગુજરાત આવશે, જાહેર સભાને સંબોધશે
આપ’ની પરિવર્તન યાત્રાના સમાપન માટે કેજરીવાલ 6ઠ્ઠી જુને ગુજરાત આવશે, જાહેર સભાને સંબોધશે

આપ’ની પરિવર્તન યાત્રાના સમાપન માટે કેજરીવાલ 6ઠ્ઠી જુને ગુજરાત આવશે, જાહેર સભાને સંબોધશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકિય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરિવાલના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી 12 જૂને નવસારીના વાંસદા તાલુકાના ચારણપાડા ખાતે જાહેર સભાને સંબોધશે. જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની 6ઠ્ઠી જુને મુલાકાત લેશે.  કેજરીવાલ આપ’ની જનસંપર્ક યાત્રાનું સમાપન કરાવશે. અને જાહેર જનસભાને સંબોધશે.

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેજરીવાલ આગામી 6 જૂનના રોજ ગુજરાત આવશે. ગુજરાતમાં છેલ્લા 2 મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે. 6 જૂને કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે આ રણનીતિ પાટીદારોના મતોને પ્રભાવિત કરશે. અરવિંદ કેજરીવાલ જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે.આ દરમિયાન તેઓ અમદાવાદ કે મહેસાણામાં એક રેલી કરશે. આ સાથે જ પાર્ટીએ નક્કી કર્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ભાજપ, કોંગ્રેસથી પહેલાં જાહેર કરી દેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠક પર 15 મેથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સોમનાથ, દ્વારકા, દાંડી, અબડાસા અને ઉમરગામથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી ગુજરાતભરમાં પ્રદેશ નેતાઓ આપ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. 20 દિવસ સુધી ચાલેલી આ યાત્રા મોટા ગામમાં જઈ પ્રભાતફેરી, નુક્કડ નાટકો થકી લોકોને જોડી રહી છે. આપના દાવા અનુસાર ગુજરાતના 10 લાખ લોકો સુધી પરિવર્તન યાત્રા પહોંચી છે. બેરોજગારી, ખેડૂત, શિક્ષણ, મહિલાઓના મુદ્દાઓ લઈ આપ પાર્ટીએ ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢી છે. બીજી તરફ 12 જૂને રાહુલ ગાંધી વાંસદા ખાતે સભા સંબોધશે. તેઓ આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું સમાપન કરાવશે.પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લેવા આવે તે માટે ધારાસભ્યો,આદિવાસી નેતાઓને સંખ્યાઓના ટાર્ગેટ સાથે કામગીરી સોંપાઈ છે.વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાશે. અગાઉ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહની શરૂઆત પણ રાહુલ ગાંધીએ જ કરાવી હતી.ચાર ઝોનમાં રાહુલ ગાંધીની 4 સભાઓનું કોંગ્રેસે આયોજન કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code