1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ખારીકટ કેનાલ પર 1200 કરોડના ખર્ચે કાયાપલટ કરીને ઉપર રોડ બનાવાશે
અમદાવાદમાં ખારીકટ કેનાલ પર 1200 કરોડના ખર્ચે કાયાપલટ કરીને ઉપર રોડ બનાવાશે

અમદાવાદમાં ખારીકટ કેનાલ પર 1200 કરોડના ખર્ચે કાયાપલટ કરીને ઉપર રોડ બનાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ મ્યુનિ.કોર્પોરેશન માટે માથાનો દુઃખાવો બનતી હોય છે. અઢળક ખર્ચ કરીને કેનાલની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ કેનાલની બન્ને સાઈડ પર આવેલી સોસાયટીઓને લીધે કેનાલમાં કચરો ઠલવાતો રહે છે. ઉપરાંત કેનાલને લીધે મચ્છરોનો ત્રાસ પણ આસપાસની સોસાયટીના રહિશોને ભોગવવો પડતો હોય છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે કેનાલ પર 1200 કરોડના ખર્ચે રોડ બનાવવાનું આયોજન કરાયું છે. નરોડાથી વિંઝોલ સુધી 22 કિલોમીટરની લંબાઈ ધરાવતી કેનાલના વિકાસ માટે આશરે 1200 કરોડ રૂપિયા કાયાપલટ કરવામાં આવશે. આ કેનાલના વિકાસ માટે 5 તબક્કા બનાવવામાં આવ્યા છે. જેમાં 254થી 230 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ વિકાસકાર્યો માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે ખારીકટ કેનાલના વિકાસ અંગે જણાવ્યું હતું કે, હવે કેનાલની નીચેથી ચિંચાઈ, વરસાદ અને ગટરનું પાણી આધુનિક પદ્ધતિથી આગળ જશે અને કેનાલની ઉપર રોડ બનાવવામાં આવશે. આશરે 110 વર્ષ પહેલા ખારીકટ કેનાલનો શહેરના પૂર્વ પટ્ટામાં વરસાદી પાણીના વહેળા તરીકે ઉપયોગ થતો હતો. ત્યાર પછી રાજ્ય સરકારે નરોડાથી વિંઝોલ સુધીના ગામોને સિંચાઈનું પાણી પહોંચાડવા માટે વહેળાની જગ્યાએ કેનાલ તૈયાર કરવામાં આવી હતી. હવે આ કેનાલના વિકાસ માટે જંગી રકમ ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં કેનાલને લઈને લોકોની જે ફરિયાદો થઈ રહી હતી તેનાથી તેમને છૂટકારો મળશે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, સિંચાઈ માટે જે કેનાલનો ઉપયોગ કરવામાં આવે છે તે ખુલ્લી હોવાથી આસપાસની સોસાયટી તથા ફેક્ટરીઓ દ્વારા ગેરકાયદેસર જોડાણ કરીને તેમાં કેમિકલયુક્ત પાણી છોડવાની અને ગંદકી ફેલાવાતી હોવાની વ્યાપક ફરિયાદો થતી હતી. જે હવે કેનાલના વિકાસથી અટકાવી શકશે. કેનાલના વિકાસ માટે વર્ષોથી વિચારણા ચાલતી હતી, પરંતુ બજેટ મોટું હોવાથી તે માત્ર કાગળ પર જ રહી હતી. જોકે, હવે સરકારે તેના વિકાસનો નિર્ણય કર્યો તે પછી મ્યુનિસિપલ કોર્પોરેશને નિષ્ણાંત એજન્સીઓને રોકીને તેની ડિઝાઈન અને અંદાજિત ખર્ચ અંગેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી  છે.

હવે આ કેનાલની એવી ડિઝાઈન વિચારવામાં આવી છે કે જેમાં કેનાલની ઉપર રોડ તૈયાર કરીને તેની નીચેથી સિંચાઈના પાણીનું વહન કરવાની સાથે વરસાદી અને ગટરના પાણીના નિકાલની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેના માટે અંદાજીત 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષભાઈ બારોટે જણાવ્યું છે કે, “જે અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે તેમાંથી 50 ટકા ખર્ચ એટલે કે 600 કરોડ સિંચાઈ ખાતું વાપરશે જ્યારે બાકીની 600 કરોડ રકમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડબેંકની ગ્રાન્ટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે.” અહીં પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહે દાવો કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક જ પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયાના ડેન્ડર બહાર પાડવાનો આ પ્રથમ બનાવ છે અને પ્રોજેક્ટ પૂર્વ અમદાવાદ માટે મોટી ભેટ સમાન પૂરવાર થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code