
- રાઈસ ઓસાવતા વખતે 2 ચમચી તેલ નાખવું
- પાસ્તા કે સ્પેગેટિ બાફતી વખતે મીઠું અને તેલ નાખવું
કિચન એક એવીવી જગ્યા છે કે જ્યા અવનવી વાનગીઓ બનતી હોય છે, જો કે વાનગી કે ડિશ બનાવતા પહેલા તેની ખાસ તૈયારીઓ કરવી પડતી હોય છે, જેમાં જુદ-જુદી ખાદ્ય વસ્તુને બાફવાની હોય કે ઓસાવાની હોય વગેરેનો સમાવેશ થાય છે,જેમ કે બિરયાની કે પુલાવ બનાવતા પહેલા ચોખાને આપણે ગરમ પાણીમાં ઓસાવીએ છીએ, ત્યારે આજે આપણે ખાસ એવી ટિપ્સ જોઈશું કે કોઈ પણ વસ્તુને બાફતી વખતે શું કરવું, જેમ કે ચોખાને ઓસાવતી વખતે અંદર શું નાખવાથી તે છૂટા રહેશે, અથવા તો સ્પેગેટિ કે પાસ્તાને બાફતા વખતે કઈ કઈ કાળજી લેવી , આજે આ બાબતે આપણે કેટલીક ટિપ્સ જોઈશું.
કેટલીક એવી ટિપ્સ જે તમારી રસોઈને બનાવશે પરફએક્ટ
- ચોખા ઓસાવતી વખતે તેમાં સરકો નાખવાથી ચોખા સફેદ થશે, આ સાથે જ તેમાં 2 ચમચી તેલ એજડ કરવું જેનાથી તમારા રાઈસ છૂટા રહેશે.
- પાસ્તા બાફતી વથકે પહેલા પાણીને બરાબર ઉકાળવા દેવું, પાણી ઉકળે એટલે તેમાં મીઠું નાખવું ત્યાર બાદ 2 ચમચી તેલ નાખવું પછી પાસ્તા નાખીને તેને બરાબર બફાવા દેવા જેથી પાસ્તા છૂટા પડશે અને અકસરકા રહેશે
- ઈદડા કે ઢોકળા જ્યારે તમે બાફવા મૂકો છો ત્યારે તેને સોફ્ટ બનાવવા માટે તેમાં એક ઈનો એડ કરીને બરાબર ખીરુ મિક્સ કરવું જેથી ઢોકળા કે ઈદડા સોફ્ટ બને છે.
- ઈડલી બાફતી વખતે તેના ખીરામાં 4 થી 5 દાણા મેથીના એડ કરી લેવા. જેથી પેટ ખરાબ થતું નથી.ઈડલીના ખીરામાં પણ તમે ઈનો કે સોડાખાર એડ કરી શકો છો જેનાથી ઈડલી સોફ્ટ બને છે.
- પાતળાના રોલ સ્ટિમ કરતી વખતે આખા રોલ પર તેલ વાળો હાથ ફેરવી લેવો જેથી પાતળા કટ કરતી વખતે એક સરખા કટ થાય છે, અને છૂટા પડતા નથી.
- કોઈ પણ પ્રકારના દાળ કઠોળને બાફતી વખતે તેમાં મીઠું અને હરદળ તથા એક ચમચી તેલ ચોક્કસ નાખો જેનાથી તે ઉભરાશે નહી અને કુકરની બહાર પાણી નહી આવે.
- ખીચડી કે ભાત જ્યારે કુકરમાં બનાવો છો ત્યારે તેને પહેલા પાણી બરાબર બળવા દો ત્યાર બાદ થોડું પાણી રહે એટલે કુકરનું ઢાંકણ બંધ કરવું અને 2 સીટીમાં કુકર ઉતારી લેવું આમ કરવાથઈ ભાત કે ખિચડી છૂટી બનશે અને કુકરની બહાર પાણી પણ ઉભરાશે નહી.
- ફુલાવરને જ્યારે પણ કઢાઈમાં બનાવું હોય ત્યારે તને પહેલા પાણીમાં મીટું નાખઈને બાફવી લેવું જેથી તેના પરની ઘુળ કે કચરો દૂર થશે અને ફ્લાવર સફેદ બની જશે
- મૂમોસને બાફવા હોય ત્યારે સ્ટિલની પેટમાં બરાબર ઓઈલ લગાવી દેવું જેથી મોમોસ ફાટશે નહી
- બટાકાને બાફતા વખતે તેના ટૂકડા કરી લેવા જેથી અડધો ટાઈમમાં બટાકા બફાઈ જશે