
કિચન ટિપ્સઃ- હવે આ રીતે બનાવો ખાંડવી ,જોઈલો આ ટિપ્સ અને ટ્રિક જેનાથી તમારુ કામ બનશે સરળ
સામાન્ય રીતે ગુજરાતીઓનું ફરસાણ હોય છે ખાંડવી જે દરેક લોકોને ખૂબ પસંદ હોય છે જો કે તેની બનાવાની રીત ઘણી બઘી હોય છે પરંતુ આજે આપણે તદ્દન સીઘી સરળ રીતે ખઆંડવી બનાવતા જોઈશું તે પણ બહાર મળતી ખાંડવી કરતા તદ્દન જૂદી સ્વાદમાં વધુ સ્વાદિષ્ટ અને પ્યોર ચણાના લોટની.
ખાંડવી બનાવા માટેની સામગ્રી
- 1 કપ – ચણાનો લોટ (ચારણીમાં બરાબર ચાળી લેવો)
- 3 કપ – ખાટ્ટી છાસ ( જે કપ લોટનો માપ હોય તેજ માપ છાસનો રાખવો)
- 2 ચમચી- આદુ,મરચા અને લસણની તદ્દન જીણી દળેલી પેસ્ટ
- 2 ચપટી – હળદર
- સ્વાદ પ્રમાણે -મીઠું
તડકા માટે
- 1 ચમચી – રાય
- 1 ચમચી – તલ
- 3 ચમચી – તેલ
- લીલા ઘણા
- લીલા અથવા સૂકા કોરપરાની છીણ
સૌ પ્પથમ એક કઢાઈલો, તેમાં લોટ લઈલો, હવે આ લોટમાં છાસ એડ કરીદો, હવે તેમાં મીઠું,હરદળ, આદુ- મરચા- લસણની પેસ્ટ એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીલો, તમે ઈચ્છો તો બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્સ કરી શકો છો, ધ્યાનધ્યાન રાખવું કે મસાલો જરાપણ આખો કે અધકચરો ન હોવો જોઈએ.
હવે તમારે જ્યા પાટૂડી પાથરવાની છે તે ડિશ પર તેલ લગાવીને રહેવા દો, અથવાતો કિચનના પત્થર પરજ તમે તેલ લગાવી પાટૂડી પાથરી શકો છો.
હવે જે કઢાઈમાં મિશ્રણ કર્યું છે તેને ગેસ ચાલુ કરીને તેના પર રાખી દો, હવે એક તવીથાની મદદથી આ મિશ્રણને સતત મિક્સ કરતા રહો, તવીથા વડે આ મિશ્રણને ફેરવતા રહો ,હવે 2 મિનિટ બાદ ગેસની ફ્લેમ તદ્દન ઘીમી કરીલો, ત્યાર બાદ ફરી તવીથા વડે ફેરવ્યા કરો આમ 7 થી 8 મિનિટ કરશો એટલે આ બેસનનું મિશ્રણ ઘટ્ટ થવા લાગશે, જો કે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં ગઠ્ઠા ન પડે, એટલે ગેસની ઘીમી ફ્લામ કરીને કઢાઈમાં સતત તવીથો મારતા રહીને મિક્સ કર્યા જ કરવાનું છે,
હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે તમને જ્યા પાડૂડી પાથરવી છે ત્યા મિશ્રણને તવીથા વડે નાખો અને એજ તવીથાથી બધી તરફ સ્પ્રેડ કરતા જાવ ,આ કામ ફટાફટ કરવું નહી તો મિશ્રણ છંડુ પડી ગયા પછી પથરાશે નહી, થોડી જાડુ પાથરવું જેથી સરળતાથી નીકળી શકે, હવે 2 મિનિટ સુધી આમજ રહેવાદો. હવે ચપ્પુ વડે એક સરખા તેમાં કાપા પાડીલો, અને એક સાઈડથી હાથ તેલ વાળા કરીને ઘીમે ઘીમે પડ ઉખાડતા જાવ અને ખાંડવીનો રોલ વાળતા જાવ
આ રીતે બઘા રોલ તૈયાર કરીલો, હવે એક વધારીયામાં તેલમાં રાય ફોડી લો, હવે ગેસ બંધ કરી તેમાં તલ એડ કરી દો ,આ વધાર હવે પાડૂડીના રોલ પર નાખી દો, હવે ઉપરથી લીલા ઘાણા અને કોપરુ એડ કરીલો,તૈયાર છે ખૂબજ ટેસ્ટિ અને સોફ્ટ ખાંડવી.