
કિચન ટિપ્સઃ લાજવાબ ટેસ્ટ અને ઈઝી બની જાય તેવી પનીરની રેસિપી બનાવી હોય તો જોઈલો આ ગ્રીન પનીર કઈ રીતે બને છે
સાહીન મુલતાનીઃ
આપણે દરેક લોકો બટાકાનું શાક તો ખાતા જ હોઈએ છીે, બટાકાના 100 થી વધુ જાતના શાક બને છે, ખાસ કરીને ગુજરાતીઓનું પ્રિય શાક હોય છે બટાકા, જોકે આજે આપણે બટાકાનું ચટપટૂ ટેસ્ટી શાક બનાવવાની રીચ જોઈશુપં, જેનું નામ છે ગ્રીન ગ્રેવી પોટેટો,જે ઘરની બેઝિક વસ્તુઓમાંથી તરત જ બની પમ જાય છે.
સામગ્રી
- બટાકા – 5 નંગ ( લાંબી ફીંગર ચિપ્સ કાપી લેવી)
- તેલ – ચિપ્સ તળવા માટે જરુર હોય તેટલું
- 2 કપ – સાફ કરેલા લીલા ધાણા
- 10 થા 12 – નંગ લીલા મરચા
- 10 થી 12 નંગ- લસણની કળીઓ
- અડધો કપ – ફૂદીના ના પાન
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- જરુર મુજબ – હરદળ
- 1 ચમચી – લીબુંનો રસ
- 4 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુ
- 5 થી 6 નંગ કાજૂ
સૌ પ્રથમ બટાકાને છોલીને તેની ફિંગર ચીપ્સ કાપીલો,હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો અને ભજીયાની જેમ ભર તેલમાં આ ચિપ્સ બ્રાઉન થાય ત્યા સુધી તળીને તેને બહાર કાઢીલો.
હવે એક મિક્સરની જાર લો, તેમાં ધાણા, ફૂદીનો,લસણ,કાજૂ અને લીલા મરચાને અધકચરી પેસ્ટ રહે તે રીતે ક્રશ કરીલો
હવે એક કઢાઈમાં 4 ચમચી તેલ લો,તેમાં જીરું લાલ કરો, હવે તેમાં ઘાણા વાળી ગ્રીન ચટણી એડ કરીદો, ત્યાર બાદ તેમાં હરદળ અને મીઠપું પણ એડ કરીને થોડું પાણી નાખઈ,5 થી 6 મિનિટ ગેસની ફ્લેમ ઘીમી કરીને આ ચટણીને બરાબર સાતળીલો,
હવે આ ગ્રીન ગ્રેવીમાંથી તેલ છૂટૂ પડવા લાગે એટલે બટાકાની તળેલી ચિપ્સ આ ગ્રેવીમાં એડ કરીદો, ત્યાર બાદ લીબુંનો રસ એડ કરીને અડધો કપ પાણી નાખીને 2 મિનિટ શાકને ઢાંકીને થવાદો
તૈયાર છે ગરમાં ગરમ ગ્રીન ગ્રેવી પોટેટો જેને તમે પરાઠા અને રોટલી તથા ભાત સાથે પણ મખાઈ શકો છો, જે ખાવામાં મસાલેદાર અને ટેસ્ટિ લાગે છે,અને તરત બની પણ જાય છે.