
કિચન ટિપ્સ – આ રીતે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વ્હાઈટ સોસ પાસ્તા, ખૂબ જ ઈઝિ અને ચિઝ્ઝી,
પાસ્તા નાનાથી મોટા સો કોઈને ભાવતા હોય છે એમા રણ રેસ્ટોરન્ટ સ્ટાઈલના વ્હાઈટ સોસ પાસ્તા તો સો કોીના પ્રિય હોય છે, કારણ કે તે એકદમ ક્રિમી અને ચીઝી હોવાથી બાળકોને ખૂબ પસંદ હોય છે.
- સામગ્રી
- 3 ચમચી – બટર
- 1 કપ- બાફેલા પાસ્તા (કોઈ પણ શેપના)
- 1 ચમચી – મેંદો
- 3 કપ – દૂધ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી મરીનો પાવડર
- 1 ચીઝની ક્યૂબ
- 1 ચમચી – ચીલી ફ્લેક્સ
- 1 ચમચી – ઓરેગાનો
- અડઘો કપ- કેપ્સિકમ મરચા સમારેલા
- અડધો કપ – ગાજર સમારેલું
- અડધો કપ – મકાઈના બાફેલા દાણા
વ્હાઈટ સોસ પાસ્તા બનાવાની રીત
– સૌ પ્રથમ એક કઢાઈમાં બટર ગરમ કરો હવે, તેમાં મેંદો એડ કરીને બરાબર શેકાવાદો, ત્યાર બાદ તેમાં ઘીમે ઘીમે દૂધ એડ કરતા જાઓ અને એવી રીતે મિક્સ કરતા જાઓ કે ગઠ્ઠા ન પડે,
– હવે આ સોસ બરાબર ઘટ્ટ થાય ત્યા સુધી તેને ઉકાળો ત્યાર બાદ તેમાં મરીનો પાવડર અને મીઠું એડ કરીને ગેસ બંધ કરી દેવો
– હવે બીજી એક કઢાઈમાં એક ચમચી બટર લો. તેમાં કેપ્સિકમ મરચા, ગાજર અને મકરાઈના દાણા સાંતળી દો, હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીદો ત્યાર બાદ બરાબર મિક્સ કરીલો, હવે તેમાં બાફેલા પાસ્તા એડ કરીલો, હવે ફરીથી આ બઘુ બરાબર મિક્સ કરો,
– હવે ગેસની ફ્લેમ ઘીમી કરીદો,અને પાસ્તા વાળી કઢાઈમાં પહેલા બનાવેલો વ્હાઈટ સોસ એડ કરતા જાઓ અને પછીતરત જ તેમાં હચીઝની ક્યૂબ છીણી લો, હવે આ કઢાઈને 5 મિનિટ સુધી ગેસની ધીમી ફ્લેમ પર જ રહેવાદો ત્યાર બાદ હગેસ બંધ કરીદો