
કિચન ટિપ્સઃ- ભૂખ લાગી હોય તો ઝટપટ બને તેવું શાક બનાવું છે, તો જોઈલો આ શિમલા મરચાનું ખટ્ટમીઠ્ઠા શાકની રીત
સાહિન મુલતાનીઃ-
સામગ્રી 2 જણનું (શાક બનાવા માટે)
- 4 નંગ – શિમલા મરચા
- 3 ચમચી – બેસન
- 1 ચમચી – લીંબુનો રસ
- 1 ચમચી – ખાંડ
- 1 ચમચી – જીરું
- 1 ચમચી – લીલા ઘાણા
- 1 ચમચી -ઘાણાજીરુ પાવડર
- 4 ચમચી – તેલ
- અડધી ચમચી – આખી મેથી
- સ્વાદ પ્રમાણે – મીઠું
- સ્વાદ પ્રમાણે – હરદળ
સૌ પ્રથમ શિમલા મરચાને વચમાંથી કાપીને બીયા કાઢી લો, ત્યાર બાદ એક સરખા નાના નાના ચોરસ ટૂકડામાં બધા મરચાને સમારીલો
હવે એક કઢાઈલો તેમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે જીરું અને મેથી લાલ કરીદો.
હવે ત્યાર બાદ તેમાં મરચાના ટૂકડાઓ નાખીને મરચા બ્રાઉન થાય ત્યા સુધી કપાવી દો.
હવે આ મરચા પર જ બેસન નાખીને બેસન બરાબર પાકે ત્યા સુધી ઘીમા ગેસ પર ફેરવતા રહો હવે જ્યારે એમ લસાગે બેસન ચઢી ગયું છે તે જ સમયે તેમાં ખઆંડ લીબુંનો રસ,મીઠું ,હરદળ નાખઈને બરાબર મિક્સ કરો
હવે એક મિનિટ થવાદો ત્યાર બાદ 1 કપ જેટલું પાણી નાખઈને ફરી 2 મિનિટ ઉકાળઈ લો.
હવે ગેસ બંધ કરીદો અને તેના ઉપર લીલા ઘાણા અને ઘાણાજીરું નાખીને મિક્સ કરીદો
હવે આ શાકને તમે પરાઠા કે રોટી સાથે ખાઈ શકો છો.