
કિચન ટિપ્સઃ- તમને ખૂબ ભૂખ લાગી છે તો જોઈલો આ સોયા વડીનું ઝટપટ શાક બનાવાની સરળ રીત
ક્યારેક આપણાને ખૂબ ભૂખ લાગી હોય છે અથવા તો આપણે બહારથી ઘરે આવ્યા હોય છે અને ભૂખ લાગી હોય છે ત્યારે દરેક સ્ત્રીઓ એમ ઈચ્છતી હોય છે કે કયું શાક જલ્દી બની જાય તે બનાવી લઈએ, તો આજે એવાજ એક શાક બનાવાની રેસિપી જોઈશું, જેનું નામ છે વડીનું શાક
સામાન્ય રીતે વડી સોયાબીનની હોય છે, મગની દાળની વડી હોય છે જો કે માર્કેટમાં હવે સોયા વડી સરળતાથી ઉપલબ્ધ થાય છે, તેને તમે ઘરમાં સ્ટોર કરીને રહેવાદો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખૂબ જ બેઝિક સામગ્રીમાં તેનું શાક બનાવી લો
વડીનું શાક બનાવાની સામગ્રી અને રીત
સામગ્રી
- 1 નંગ – ડુંગળી(જીણી સમારેલી)
- 1 ચમચી – જીરું
- 2 -2 નંગ – તજ,લવિંગ,મરી
- 1 નંગ – ટામેટું (ક્રશકરેલું)
- 3 કપ- સોયા વડી
- 2 ચમચી – આદુ-લસણની પેસ્ટ
- 1 ચમચી – લાલ મરચું
- 1 ચમચી – ઘણાજીરાનો પાવડર
- સ્વાદ મુજબ – મીઠુ
- જરુર પ્રમાણે – હરદળ
- જરુર પ્રમાણે – લીલા ઘણા
શાક બનાવાની રીતઃ
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ પાણી કરવા રાખો ,પાણી ગરમ થાય એટલે તેમાં વડી નાખી 15 થી 20 મિનિટ સુધી તેને બાફીલો,હવે વડીમાંથી પાણી કાઢીલો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો હવે તેમાં જીરું લાલ કરો હવે તેમાં મરી,લવિંગ અને તજ એડ કરીદો.
ત્યાર બાદ તેમાં ડુંગળી સાંતળી લો, ત્યાર બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ એડ કરીને ક્રશ કરેલું ટામેટું એડ કરી દો
હવે તેમાં હળદર, મીઠુ, ઘાણાજીરુ પાવડર, લાલ ચરમું એડ કરીને તેલ છૂટૂ પડે ત્યા સુધી સાતંળો.
આ બધો મસાલો સતળાય ગયાબાજ બાફેલી વડી નાખીને 1 મિનિટ સુધી ફેરવતા રહો ત્યાર બાદ જરુર પ્રમાણે પાણી એડ કરીને તેને 10 મિનિટ સુધી ઘીમા ગેસની ફ્લેમ પર થવાદો