સાહિન મુલતાનીઃ-
ફુલાવર એવું શાક છે કે કોઈને ભાવતું નથી હોતું પણ જો તેને બનાવાની સ્ટાઈલ બદલાય જાય તો આજ શાક તમને ખૂબ ભાવતું થી જશે,તો ચાલો જોઈએ ફુલાવરનું શાક બનાવાની રીત.ખાસ કરીને ઉનાળામાં શૈાક ખાવાનું મનથતું નથઈ આવી સ્થિતિમાં તમારે ફુલેવરનું આ સ્ટાટર્ડ ટ્રાય કરવું જોઈએ.
સામગ્રી
1 નંગ – ફુવાલર
4 નંગ બટાકા – પાતળી ટિપ્સ કટ કરીલો
1 ચમચી – આદુ,મરચા લસણની પેસ્ટ
1 ચમચી – બેસન
2 ચમચી – કોર્ન ફ્લોર
સ્વાદ પ્રમાણે – મીઠૂં
તળવા માટે – તેલ
સૌ પ્રથમ ફુલેવરના નાના નાના ફૂલ છૂટા પાડીલો,ત્યાર બાદ તેને પાણી વડે બરાબર ઘોઈલો હવે એક મોટા વાસણમાં તેને લઈલો,આજ વાસણમાં બટાકાની ટીપ્સ પણ લઈલો, હવે તેમાં બેસન ,કોર્ન ફ્લોર મીઠું નાખીને બરાબર મિક્સ કરીલો,હવે તેમાં 1 ચમચી આદુ,લસણ મરચાની પેસ્ટ નાથી બરાબર મિક્સ કરીલો, હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો અને આ મેરિનેટ કરેલા ફલાવરને ભજીયાની જેમ તળીલો.
શાક બનાવા માટેની સમગ્રી રીત
સામગ્રી
1 ચમચી- જીરુ
2 ચમચી – આદુ,લસણ મરચાની પેસ્ટ
2 ચમચી – મેગી મસાલો
જરુર પ્રમાણે – હરદળ
જરુર પ્રમાણે – મીઠું
1 ચમચી – જીરુ
2 ચમચી – ઘણા જીરુ પાવડર
4 ચમચી – તેલ
હવે એક કઢાઈમાં લો તેમાં તેસલ ગરમ કરીને જીરુ લાલ કરો ,હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાતળીલો, હવે તેમાં તળેલું ફ્લાવર અને બટાકાની ચીપ્સ નાથીને બરાબર મિક્સ કરો, ત્યાર બાદ તેમાં મીઠું, હરદળ, મેગી મસાલો અને ઘણા જીરુ પાવડર નાખીને મિક્સ કરીલો, ત્યાર બાદ 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીને ગેસની ફ્લેમ ઘીમી કરીને ઢાંકીને 5 મિનિટ સુધી થવાદો ,આમ આ ડ્રાય ફ્લાવર બટાકાનું શાક રોટલી સાથે સર્વ કરી શકો છો.