કિચન ટિપ્સઃ- કંઈક સ્વિટ ખાવાનું મન થાય તો ઝટપટ બનાવો આ દૂધવાળી સેવ
સાહિન મુલતાનીઃ-
આપણા સો કોઈને નવરા બેસ્યા હોય એટલે કંઈકને કંઈક સારું કાવાનું મન થાય છે પણ બીજી વાત એ છે કે બનાવાનો પમ કંટાળો આવે છે,પણ જો તમને જ્યારે સ્વિટ ખાવાનું મન થાય ત્યારે તમે દૂધવાળી સેવ બનાવી શકો છો જે ઝટપટ બની પણ જશે અને તમારી સ્વિટ ખાવાની ઈચ્છા પણ પુરી થઈ જશે.
સામગ્રી
- 1 પેકેટ – જીણી દૂધમાં નાખવાની સેવ
- 100 ગ્રામ – કાજૂ અધકચરા વાટેલા
- 100 ગ્રામ – ખાંડ
- 500 ગ્રામ – દૂધ
- 3 ચમચી – ઘી
સેવ બનાવાની રીત
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઈલો, હવે તેમાં ખાંડ નાખીને ગેસ પર ગરમ કરી લો, ત્યા સુધી ગરમ કરો જ્યાં સુધી ખાંડ ઓગળી જાય હવે આ દૂધને સાઈડમાં થંડુ થવાદો.
હવે એક સારી સાફ જેમાં શાકની સ્મેલ કે તેલની સ્મેલ ન આવતી હોય તેવી કઢાઈલો, કઢાઈમાં ગરમ પાણી કરને તેને ફેંકી દો જેથી કરીને કઢાઈ સાફ થઈ જાય.
હવે આ કઢાઈમાં ઘી ગરમ કરો ઘી ઓગળે એટલે તરત જ તેમાં સેવના કટકા કરીને આખું પેકેટ સેવ નાખઈદો
હવે ગેસની ફઅલેમ ઘીરી રાખઈને સેવને થોડી બ્રાઉન થવાદો ઘી મા બરાબર શેકી લો.
હવે જ્યારે સેવ શેકાય જાય એટલે ખઆંડ વાળું બધુ દૂધ તેમાં એડ કરીને સેવને બરાબર મિક્સ કરીદો.
હવે ગેસની ફ્લેમ ઘીરી કરીને કઢાઈ પર ઢાકણ ઢાકીને થવાદો, 5 થી 8ન મિનિટ બાદ સેવ કોરી થી ગઈ હશે તેમાં કાજૂ નાખી દો અને સર્વ કરો