
કિચન ટિપ્સઃ બેસનનો નાસ્તો પસંદ હોય તો આ બેસન પાપડી હવે ઓછી મહેનત અને ઓછા સમયમાં ઘરે જ બનાવી દો
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે ઘરમાં નાના બાળકો હોય તો તેના માટે નાસ્તામાં માર્કેટમાંથી બેસનની મોરી પાપડી લાવતા હોઈએ છીએ,જો કે તમે ઈચ્છો તો કંદોઈના ત્યા મળતી પાપડી ઘરે જ સરળતાથી બનાવી શકો છો,આ પાપડી બનાવા માટે ખૂબ જ ઓછી સમાગ્રીને થોડી જ મહેનત લાગશે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ બેસનની પાપડી.
સામગ્રી
- 200 ગ્રામ બેસન
- અડધી ચમચી સોજાખાર
- સ્વાદ પ્રમાણે મીઠુ
- જરુર પ્રમાણે પાણી
- 4 ચમચી તેલ મોળ માટે
સૌ પ્રથમ એક મોટા વાસણમાં બેસનને ચારણી વજે ચારીલો જેથી ગાઠા ન પડે
હવે એક લીટર જેટલા પાણીને નવશેકુ ગરમ કરીને પાણીમાં સોડા ખાર ઓગાળી દો
ત્યાર બાદ બેસનમાં મીઠું નાખી દો, હવે ઓગાળેલું સોડાખાર વાળા પાણીથી બેસનનો લોટ બાંધી દો, ધ્યાન રાથવું પાણી ઘીરે ઘીરે નાખવું નહી તો લોટ ઢીલો થઈ જશે,આપણે લોક રોટલીનો જે રીતે બાંધીએ તેનાથી થોડો નરમ રાખવાનો છે.
લોટ બંધાય ગયા બાદ તેમાં તેલ નાખીને બરાબર 5 મિનિટ સુધી લોટને ગુંદીલો
હવે સેવ પાડવાના સંચામાં પાપડી પાડવાની પ્લેટ રાખો,બીજી તરફ કઢાઈમાં તેલ ગદરમ થવા રાખી દો
હવે તેલ એકદમ ગરમ થાય એટલે સંચાની મદદથી તેલમાં પાપડી પાળી લો અને તળી લો.તૈયાર છે માર્કેટ જેવી સોફ્ટ અને સ્વાદિષ્ટ બેસનની પાપડી,જેને કઢી સાથે ચટણી સાથએ ખાઈ શકો છો.