કિચન ટિપ્સઃ- પનીર પસંદ હોય તો હવે આ નાલસ્તો ચોક્કસ ટ્રાય કરો પનીર મસાલા ક્રિસ્પી રોલ
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈએ સ્પ્રિંગ રોલ તો ખાધા જ છે જેમાં નુડલ્સ કે કોબિ ગાજરનું સ્ટફિંગ હોય છે જો કે આજે પનીરની સરસમજાની વાનગી બનાવીશું જે એક રોલ હશે ક્રિસ્પી પણ અને ટેસ્ટી પણ હશે તો ચાલો જાણીએ તેની આખી રીત
પનીર રોલની સીટ બનાવાની રીત
રોલની સીટ બનાવા માટે પહેલા તો 500 ગ્રામ મેંદામાં મીઠું નાખીને કતેની કણક તૈયાર કરીલો, હવે તેમાંથી પાતળી પાતળી રોટલી જેવા પડ વણીને તેને સાઈડમાં ભીના કાપડમાં લપેટીને રાખી દો, જેમાં આપણે પનીરનું સ્ટફિંગ ભરીશું
સ્ટફિંગ માટેની સામગ્રી
- 3 કપ – જીણુ છીણેલું પનીર
- 1 કપ – જીણું સમારેલું કોબીજ
- 1 નંગ – જીણું સમારેલું કેપ્સિકમ મરચું
- 1 નંગ – જીણું સામેરલું ગાજર
- 1 નંગ- જીણી સમારેલી ડુંગળી
- 1 ચમચી- લીલા મરચા કરતેલા
- 1 ચમચી – લસણ જીણું કરતરેલું
- 1 ચમચી – આદુ જીણું કતરેલું
- 1 ચમચી – જીરુ
- અડધી ચમચી – મરીનો પાવડર
- અડધો કપ – જીણા સમારેલા લીલા ધાણા
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- તેલ – રોલ તળવા માટે
પહેલા તો એક મોટી કઢાઈ લો તેમાં 2 ચમચી તેલ નાખીને જીરુ તકથા કાંદા એડ કરી દો,
હવે આ સંતળાય જાય એટલે તેમાં કતરેલા આદુ,મરચા અને લસણ એડ કરીને બરાબર સાંતળી લો, હવે, કેપ્સિકમ મચરા, કોબિજ,ગાજર, મરીનો પાવડર, મીઠૂં એડ કરીને માત્ર 2 મિનિટચ સાંતળીલો અને તેમાં પનીરની છીમ એડ કરીદો,
હવે જે ગોળ પડ બનાવ્યા છે તેમાં આ સ્ટફિંગ ભરી દો અને રોલને બરાબર ટાઈટ વાળો મેંદાની મદદછથી રોલની કોર બરાબર ચોટાંડી દો, હવે આ રોલને ડ્રિપ ફ્રાય કરીલો,,તૈયાર છે તમારા પનીર રોલ