1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ જો તમારે દાળ-કઠોળને લાંબા સમય માટે જાળવી રાખવું હોય તો આ ટિપ્સ કરો ફોલો
કિચન ટિપ્સઃ જો તમારે દાળ-કઠોળને લાંબા સમય માટે જાળવી રાખવું હોય તો આ ટિપ્સ કરો ફોલો

કિચન ટિપ્સઃ જો તમારે દાળ-કઠોળને લાંબા સમય માટે જાળવી રાખવું હોય તો આ ટિપ્સ કરો ફોલો

0
Social Share
  • દાળ કઠોળમાં આખુ મીઠું નાખો
  • આખી હિંગના ગાંગળા નાખવાથી કઠોળ બગડતું નથી

સામાન્ય રીતે દરેક ઘરોમાં અનાજ કઠોળ સામટૂં લેવામાં આવતું હોય છે ઘણી ગૃહિણો અનેક માવજત કરતી હોવા છતા કઠોળ બગળી જવાની કે કિલ્લા પડી જવાની ફરિયાદ કરતી હોય છે, ત્યારે વાત કરીશું કે કઠોળને 2 થી 3 મહિના સુધી કઈ રીતે સંગ્રહ કરવાથી તે ખરાબ થતું નથી, આમ તો આજકાલ માર્કેટમાં તૈયાર ગોળી ઓ પણ મળે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પરતું આજે આપણે ઘરેલું નુસ્ખાથી કઠોળને લાંબા સમય સુધી જાળવી રાખવાની ટિપ્સ પર એક નજર કરીશું

લીમડાના સુકા પાનઃ- મગ અને ચણાને લાંબો સમય સુધી સાચવવા માચે તેમાં લીમડાના સુકા પાનની એક કટકામાં પોટલી વાળીને આ કઠોળની બરણીમાં રાખી દો.તેનાથી કિલ્લા કે ઘનેરા પડતા નખી અને કઠોળ બગડતું નથી.

આખી હિંગઃ- મગ,ચણા,દરેક દાળમાં આખી હિંગના ગઠ્ઠાઓ નાખવાથી કઠોળમાં જીવાત પડતી નથી અને કઠોળ લાંબા સમય સુધી સારુ રહે છે.આ હિંગના ગઠ્ઠા તમે દરેક કઠોળમાં અને દાળમાં નાખી શકો છો.

તેલઃ- લાલ મરચાનો .પાવડર, હરદળને આખુ વર્ષ રાખવા માટે તેમામ ખાદ્યતેલનું મોળ આપી ચારણીમાં ચારીને પછી તેનો સંગ્રહ કરો જેનાથી તેનો કલર જળવાઈ રહે છે અને તે એક વર્ષ સુધી બગડશે પણ નહી

દિવેલઃ- ઘઉં અને ચાખાને વર્ષ સુધી સંગ્રહ કરવા માટે દિવેલને ગરમ કરીને ઠંડુ પાળીલો, ત્યાર બાદ થોડું થોડુ અનાજ લઈને તેને તેનું મોળ આપો આમ કરવાતી અનાજ વર્ષ સુધી બગળશે નહી અને રોટલી પણ નરમ થશે.

આખું મીઠું – મીઠાના ગાંગળા પણ કઠોરને જીવાતમાંમથી મૂક્તિ અપાવે છે, કોી પમ દાળ કઠોળમાં મીઠાના મોટા મોટા ગાંગળા રાખવાથી કઠોળ લાંબો સમય સુધી સચવાય છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code