Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ ભીંડાનું શાક બનાવું હોય તો જોઈલો આ ટ્રિક, 20...

કિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ ભીંડાનું શાક બનાવું હોય તો જોઈલો આ ટ્રિક, 20 જ મિનિટમાં રેડી થશે મસાલા ભીંડી

  • મસાલા ભીંડી બનાવાની સરળ રીત
  • 20 મિનિટમાં શાક બનીને તૈયાર
  • ખાવામાં રેસ્ટોરન્ટ સ્ટાઈલનો ટેસ્ટ

સામાન્ય રીતે કોઈ પણ શાક બનાવવા માટે આપણે ઘણો સમય જોઈતો હોય છે જેમાં પણ ભીંડા બનાવવા માટે તો 30 થી 40 મિનિટનો સમય જોઈએ જ પણ આજે રેસ્ટોરન્ટ  સ્ટાઈલ ભીંડી મસાલા બનાવવાની અનોખી રીત જોઈશું જેમાં તમે 15 થી 20 મિનિટમાં ભીંડા બનાવી પરોસી શકો છો,

 સામગ્રી

  • 500 ગ્રામ – ભીંડા
  • તળવા માટે – જરુર પ્રમાણે તેલ
  • લસણની કળી – 15 થી 20 નંગ
  • 1 નંગ – ડુંગળી
  • 1 નંગ – ટામેટૂં
  • અડદો કપ – મોરા સીંગદાણા
  • 1 ચમચી – તલ
  • તજ-લવિંગ-મરી-બદિયા – 1 1 નંગ
  • 2 ચમચી – લાલ ચરમું
  • જરુર પ્રમાણે – હરદળ
  • 1 ચમચી – ઘાણાજીરુ પાવડર
  • 2 ચમચી – જીરું

પહેલા તો ભીંડાને ક્રોસમાં એક ભીંડામાંથી ત્રણ પીસ પડે તે રીતે સમારી લો

હવે કઢાઈમાં 500 ગ્રામ જેટલું તેલ લો  તેલને બરાબર ગરમ થવાદો,તેલ ગરમ થાય તો તેમાં સમારેલા ભઈંડા તળીલો, ભીંડા થોડા બ્રાઉન થાય એઠલે તેને કાઢીલો

હવે એક મિક્સરની જાર લો તેમાં ડુંગળી અને ટામેટૂં ક્રશ કરીલો અને તેને એક વાટકીમાં કાઢીલો, હવે એજ મિક્સરની જારમાં આખો ગરમ મસાલો,તલ ,સીંગદાણા અને લસણને ક્રશ કરીલો

હવે એક કઢાઈમાં તેમાં 3 થી 4 ચમચી તેલ લઈલો તેમાં જીરું નાખીને ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરીદો, 2 મિનિટ બાદ તેમાં શીંગદાણાની પેસ્ટ એડ કરીને મીઠું, હરદળ, લાલ મસાલો અને ઘાણાજીરુ પાવડર એડ કરી 3 ચમચી જેટલું પાણી નાખીને સાંતળી લો, 3 મિનિટ સુધી આ સમાસો બરાબર સાંતળો

 હવે આ મસાલામાં થોડુ પાણી નાખીને ઉકાળો પાણી ઉકળે એટલે તેમાં તળેલા ભીંડા એડ કરીદો અને 4 થી 5 મિનિટ થવાદો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ભીંડી મલાસા

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular