
સાહિન મુલતાનીઃ-
- ગોળ-આમલીની ચટણીને ઘટ્ટ કરવા કોર્નફ્લોરનો ઉપયોગ કરો
- જીરા અને સંચળના ઉપયોગથી ચટણી બનશે ટેસ્ટી
- બહાર લારી જેવી જ મીઠી ચટણી હવે ઘરે જ બનાવો
દરેક ગૃહિણીઓ ઈચ્છે છે કે તે પોતે અવનવી વાનગીઓ બનાવે અને તે પણ બહાર રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટ વાળી, જો કે ઘણી વખત એક બે નાની નાની મિસ્ટેકના કારણે આપણી ડિશનો સ્વાદ થોડો આગળ પાછળ થઈ જાય છે, જેમે કે આપણે અવનવા ચાટ ઘરે બનાવતા હોઈએ છીએ પરંતુ જો ચાટમાં નાખવાની ગ્રીન, રેડ અને મીઠી ચટણી બરાબર ન બને તો જાણે ચાટનો સ્વાદ અઘુરો લાગે છે, એમા પરણ ખાસ કરીને ગોળ અને આમલીનું જે પાણી આપણે ઘરે બનાવીએ છે એ થોડુ પાતળું હોય છે, જ્યારે બહાર લારી પર ખવાતા ચાટનું પાણી થોડું ઘટ્ટ અને ખટ્ટ-મીઠા ઉપરાંત બીજા બે ત્રણ સ્વાગથી સભર હોય છે.તો ચાલો આજે આપણે પણ બહાર જેવી જ ગોળ આમલીની ચટણી બનાવાની સિમ્પલ ટ્રિક જોઈશું.
સૌ પ્રથમ 250 ગ્રામ ગોળમાં 250 ગ્રામ પાણી અને 100 ગ્રામ આમલી નાખીને પલાળી દો, હવે 4 કલાક બાદ આ મિશ્રણને ચેસ્ટ કરી તમારા સ્વાદ પ્રમાણે ગોળનું પ્રમાણ વધ ધઘટ કરીલો, હવે તેમાં એક ચમચી જીણું દળેલું જીરું, અડધી ચમચી લાલ સંચળ અને 1 ચમચી કોર્નફ્લોર(કોર્નસ્ટાર્ચ) નાખીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો.
હવે આ મિશ્રણને ગેસની ઘીમી ફ્લેમ પર જ્યા સુધી ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળી લો, જો તમને વાણઁધો ન હોય ચો તમે ડેર ફૂડ કલર એડ કરી શકો છો, અને નહિ કરો તો પણ સ્વાદમાં ફરક પડશે નહી. હવે આ ચટણી ઉકળીને ઠંડી થઈ જાય એટલે તેને કાણાવાળા ચારણામાં ગાળઈને એક બોટલમાં લઈને , તૈયાર છે બહાર મળતા સ્વાદની ગોળ આમલીની ખટ્ટ મીઠી જીરા સ્વાદની ચટણી,.
આ ચટણી તમે પાણી પુરી, ચાટ પુરી અને ભજીયા સાથે પમ ખાી શકો છો,કોર્ન સ્ટાર્ચ નાખવાથી ચટણી ઘટ્ટ બને છે એટલે આ ટિપ્સ ચોક્કલ ફોલો કરશો તો ચટણી બહાર જેવી જ બનશે.