કિચન ટિપ્સઃ- બાળકોને હવે નાસ્તામાં બનાવી આપો આ બિસ્કિટ પકોડા, વેજીસથી ભરપુર અને ખાવામાં ટેસ્ટી
સાહિન મુલતાનીઃ-
પકોડા તો આપણે સૌ કોઈએ ખાધા જ હશે જો કે આજે વાત કરીશું એક અલગ પ્રકારના પકોડાની જેને આપણ ેમોનેકો બિસ્કિટમાંથી બનાવીશું જે ખાવામાં ટેસ્ટી હશે વેજીસથી ભરપુર હશે અને બાળકો હોંશે હોંશે ખાશે પણ ખરા.
સામગ્રી 10 નંગ પકોડા બનાવા માટે
- 20 નંગ – મોનેકો બિસ્કિટ
- 2 નંગ – બાફેલા બટાકા
- 2 ચમચી – સમારેલા શિમલા મરચા
- 2 ચમચી – સમારેલું ગાજર
- 2 ચમચી – કોબીજ
- 2 ચમચી – લીલા ઘાણા
- 2 ચમચી – સમારેલી ડુંગળી
- 1 ચમચી – લીલા મરચા વાટેલા
- સ્વાદ પ્રમાણે – મીઠું અથવા ચાટ મસાલો
- 2 ચપટી – મરીનો પાવડર
- સ્વાદ પ્રમાણે – ચીલી ફ્લેક્સ
- જરુર પ્રમાણે – ટામેટા સોસ
- તળવા માટે તેલ
ખીરું બનાવા માટે સામગ્રી
- 1 વાટકો બેસન
- પા ચમચી અજમો
- સ્વાદ પ્રમાણે મીઠું
- ભજીયાનો ખારો પા ચમચી
1 વાટકો બેસન લો તેમાં જરુર પ્રમાણે પાણી એડ કરીને એક દમ ઘટ્ટ ખીરું બનાવો, સ્વાદ પ્રમાણે મીઠું અને પા ચચમી જેટલો એજમો એડ કરીદો ત્યાર બાદ થોડો ખાવાનો સોડો એડ કરીને તેના પર 1 ચમચી ગરમ તેલ એડ કરીને બરાબર મિક્સ કરીદો, ખીરું એટલું ઘટ્ટ રાખો કે બિસ્કિટ પર સરળતાથી સેટ થઈ જાય