
કિચન ટિપ્સઃ-હવે નાસ્તામાં બનાવો બ્રેડ બેસન સ્લાઈસ માત્ર 10 જ મિનિટમાં બનીને રેડી
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈ બ્રેડમાંથી અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે બ્રેડની અક સરસ મજાની વાનગી બનાવતા શીખીશું, જેમાં ઓછી સામગ્રી અને ઓછી મહેનતથી બની જાય છે તો ચાલો જોઈએ બ્રેડ બેસન સ્લાઈસ બનાવાની આ ઈઝી રીત.
સામગ્રી
- 6 નંગ – બ્રેડની સ્લાઈસ
- 1 વાટકી – બેસન
- 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- વ્સાદ પ્રમાણે – મીઠું
- જરપર પ્રમાણે – હરદળ
- 1 ચમચી – ચીલી ફ્લેક્સ
- 1 નંગ – જીણી સમારેલી ડુંગળી
- 1 નંગ જીણુ સમારેલું ટામેટું
- જરુર પ્રમાણે – ચાટ મસાલો
- તળવા માટે તેલ અથવા બટર
- સૌ પ્રથમ એક બાઉલલો તેમાં બેસન લઈને પાણી મિક્સ કરી ગઠ્ઠા ન રહે તે રીતે લ્સરી તૈયાર કરીલો
- હવે તેમાં ગરદળ મીઠુ ચીલી ફ્લેક્સ અને લીલા મરચાની પેસ્ટ એડ કરીને બરાબર મિક્સ કરો.
- હવે એક બ્રેડ લો તેને આ સ્લરીમાં બન્ને બાજુ ડુબોળીને તેલમાં સેલો ફઅરાય કરીલો બન્ને બાજુ બેસન પાકી જાય તે રીતે કરો
- હવે આ સ્લાઈસ પર ડુંગળી અને ટામેટા ગોઠવી ચાટ મસાલો છાટીને સંર્વ કરો
- તમે ઈચ્છો તો ટામેટા કેચઅપ કે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો