
કિચન ટિપ્સઃ-શિયાળાની સાંજે બનાવો પાલકનો આ ગરમા ગરમ સુપ ,હેલ્થ પણ રહેશે ગુડ અવે સ્વાદ પણ આવશે ટેસ્ટી
સાહિન મુલતાનીઃ-
શિયાળીની સાંજે સૌ કોઈને ભૂખ લાગે છે આવા સમયે મોટા ભાગના લોકો તળેલું તીખુ ખાતા હો છે જો કે તમે હેલ્થને સારી રાખવા માંગો છો તો હળવા સુપ શાકભાજીના સુપ પી શકો છો.આજે પાલકનું ગરમ સૂપ બનાવાની રીત જોઈએશું જે પીવામાં ટેસ્ટી તો છે જ પ મહેલ્થ માટે પ ણગુણકારી છે.
સામગ્રી
- 1 ઝુડી પાલક
- 1 ચમચી- લસણ જીણું સમારેલું
- અડધી ચમચી – મીરનો પાવડર
- 2 નંગ – લીલા મરાચા જીણા સમારેલા
- સ્વાદ અનુસાર – મીઠું
- અડધી ચમચી – જીરું
- 3 ચમચી – દેશી ઘી
- 1 ચમચી – કોર્ન ફ્લોર (ઓપ્શનલ છે)
- 1 નાનો ટૂકડો – આદુ જીણું સમારેલું
સૌ પ્રથમ પાલકને બરાબર સાફ કરીને પાંદડા અલગ કરીને તેને 3 થી 4 પાણી વડે ધોઈલો, હવે આ પાલકને તપેલીમાં પાણી ગરમ કરીને બાફીલો, બફાય જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરીલો અને સૂપ જેવું તૈયાર કરીદો.
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો, ઘી થાય એટલે તેમાં જીરુ,લસણ,મરચા, એડ કરીને બરાબર સાંતળી લો
ત્યાર બાદ આ ઘીમાં પાલકની પ્યુરી નાખીલો, હવે એક વાટકી પાણીમાં કોર્ન ફ્લોર એડ કરીને તે પાણી પણ પાલકના સૂપમાં એડ કરીને 5 મિનિટ ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળી લો.
હવે આ ઉકળતા સૂપમાં તમારા ટેસ્ટ પ્રમાણે મીઠુ અને મરી પાવડર એડ કરીદો, તૈયાર છે તમારું હેલ્ધી પાલકનું ગરમા ગરમ સુપ