
કિચન ટિપ્સઃ- બાળકોને લંચ બોક્સમાં બનાવી આપો આ યમ્મી બ્રેડ પનીર રોલ, બનાવામાં ઈઝી અને બેઝિક સામગ્રીની પડે છે જરુર
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે રોજેરોજ દરેક મમ્મીઓને પરેશાની હોય છે કે બાળકને ટિફિનમાં શું બનાવી આપીએ કારણ કે એક તો બાળકને ભાવતું હોવું જોઈએ અને બીજું એ કે તે બનાવામાં સરળ હોવું જોઈએ તો આજે પનીર બ્રેડરોલની તદ્દન સરળ રીત જોઈશું
સામગ્રી
- 6 નંગ – બ્રેડ ( કોર કાઢી લેવી)
- 100 ગ્રામ – પનીર છીણેલું
- 1 નંગ -બટાકું બાફીને ક્રશ કરેલું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – ચિલી ફ્લેક્સ
- 1 ચમચી – ઓરેગાનો
- 1 નંગ – શિમલા મરચું જીણું સમારેલી
- 1 નંગ – ગાજર જીણુ સમારેલું
- 1 વાટકો – કોર્ન ફ્લોર
- જરુર પ્રમાણે – તળવા માટે તેલ
- સૌ પ્રથમ બ્રેડની કોર કાઢીલો
પનીર બ્રેડ રોલ બનાવાની રીતઃ-
સૌ પ્રથમ એક બાઉલ લો , તેમાં છીણીલું પનીર, બાફેલું બટાકું, શિમલા મરચા,સમારેલું ગાજર એડ કરો
હવે આ તમામ વસ્તુઓમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીરને ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી બરાબર મિક્સ કરીદો.
હવે એક પ્લેટમાં પાણી લો, હવે એક બ્રેડને આ પાણીમાં પલાળઈ તરતજ કાઢીલો, હવે બ્રેડને એક પોલિથીનની બેગ પર રાખો તેમાં પનીરનું સ્ટફિંગ ભરીને બ્રેડને બન્ને હાથ વડે ગોળ રોલ વાળો,
હવે આ રોલને પ્લાસ્ટિકની બેગ પર રાખો જેથી ચોંટે નહી,
હવે આ રીતે તમામ રોલ તૈયાર કરીલો અને રોલને કોરો કોર્ન ફ્લોરમાં રગદોળી દો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ બરાબર ગરમ થાય એટલે આ બ્રેડ પનીર રોલને ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યા સુધી તળઈલો તૈયાર છે તામારા પનીર બ્રેડ રો
આ રોલ તમે બાળકોને ટિફિનમાં ગ્રીન ચટણી, માયોનિઝ અથવા તો ટોમેટો કેચઅપ લસાથે આપી શકો છો.