1. Home
  2. ગુજરાતી
  3. કિચન ટિપ્સઃ-  બાળકોને લંચ બોક્સમાં બનાવી આપો આ યમ્મી બ્રેડ પનીર રોલ, બનાવામાં ઈઝી અને બેઝિક સામગ્રીની પડે છે જરુર
કિચન ટિપ્સઃ-  બાળકોને લંચ બોક્સમાં બનાવી આપો આ યમ્મી બ્રેડ પનીર રોલ, બનાવામાં ઈઝી અને બેઝિક સામગ્રીની પડે છે જરુર

કિચન ટિપ્સઃ-  બાળકોને લંચ બોક્સમાં બનાવી આપો આ યમ્મી બ્રેડ પનીર રોલ, બનાવામાં ઈઝી અને બેઝિક સામગ્રીની પડે છે જરુર

0
Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય  રીતે રોજેરોજ દરેક મમ્મીઓને પરેશાની હોય છે કે બાળકને ટિફિનમાં શું બનાવી આપીએ કારણ કે એક તો બાળકને ભાવતું હોવું જોઈએ અને બીજું એ કે તે બનાવામાં સરળ હોવું જોઈએ તો આજે પનીર બ્રેડરોલની તદ્દન સરળ રીત જોઈશું

સામગ્રી

  •  6 નંગ – બ્રેડ ( કોર કાઢી લેવી)
  • 100 ગ્રામ – પનીર છીણેલું
  •  1 નંગ -બટાકું બાફીને ક્રશ કરેલું
  •  સ્વાદ પ્રમાણે – મીઠું
  • જરુર પ્રમાણે – ચિલી ફ્લેક્સ
  • 1 ચમચી – ઓરેગાનો
  • 1 નંગ – શિમલા મરચું જીણું સમારેલી
  • 1 નંગ – ગાજર જીણુ સમારેલું
  • 1 વાટકો – કોર્ન ફ્લોર
  • જરુર પ્રમાણે – તળવા માટે તેલ
  • સૌ પ્રથમ બ્રેડની કોર કાઢીલો

 પનીર બ્રેડ રોલ બનાવાની રીતઃ-

સૌ પ્રથમ એક બાઉલ લો , તેમાં છીણીલું પનીર, બાફેલું બટાકું, શિમલા મરચા,સમારેલું ગાજર એડ કરો

હવે આ તમામ વસ્તુઓમાં તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીરને ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી બરાબર મિક્સ કરીદો.

હવે એક પ્લેટમાં પાણી લો, હવે એક બ્રેડને આ પાણીમાં પલાળઈ તરતજ કાઢીલો, હવે બ્રેડને એક પોલિથીનની બેગ પર રાખો તેમાં પનીરનું સ્ટફિંગ ભરીને બ્રેડને બન્ને હાથ વડે ગોળ રોલ વાળો, 

હવે આ રોલને પ્લાસ્ટિકની બેગ પર રાખો જેથી ચોંટે નહી,

હવે આ રીતે તમામ રોલ તૈયાર કરીલો અને રોલને કોરો કોર્ન ફ્લોરમાં રગદોળી દો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ બરાબર ગરમ થાય એટલે આ બ્રેડ પનીર રોલને ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યા સુધી તળઈલો તૈયાર છે તામારા પનીર બ્રેડ રો

આ રોલ તમે બાળકોને ટિફિનમાં ગ્રીન ચટણી, માયોનિઝ અથવા તો ટોમેટો કેચઅપ લસાથે આપી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code