 
                                    કિચન ટિપ્સઃ- હવે મગના લોટના ઈન્સ્ટન્ટ ચીલા બનાવો હોય તો મગને દળીને કરીલો સ્ટોર, સવારે નાસ્તામાં બનાવો આ ટેસ્ટી ચીલા
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈએ બેસનના ચીલા ખાધા હશે જો કે બેસન સિવાય ઘણી વસ્તુઓ એવી છે કે જેના ચીલા આપણે બનાવી શકીએ છીએ જો તમે ઈચ્છો તો હેલ્ધી નાસ્તો બનાવી શકો છો માટે આજે એક નવો નાસ્તો શીખવીશું જે માટે તમારે મગને પીસાવીને તેનો લોટ બનાવીસ્ટોર કરી લેવાનો રહેશે.
પહેલા તો મગનો લોટ દળાવીને તેને ઘરમાં રાખીલો હવે જ્યારે પણ તમારે લોટના ચીલ્લા બનાવાના હોય તેના 10 મિનિટ પહેલા લોટને પાણી તથા છાસમાં પલાળી દો.
સામગ્રી
- 2 કપ – મગનો લોટ
- 1 કપ – છાસ
- 2 કપ – પાણી
- 2 નંગ – જીણી સમારેલી ડુંગળી
- 2 ચમચી – મરચા સલણની પેસ્ટ
- જરુર પ્રમાણે – હરદળ
- જરુર પ્રમાણે – મીઠું
- જીણા સમારેલા લીલા ધાણા થોડા
- પા ચમચી – અજમો
- 1 ચમચી – જીરુ આખુ
સૌ પ્રથમ લોટને છાસ અને પાણીમાં 10 મિનિટ પલાળી રાખો
10 મિનિટ બાદ બરાબર ચમચા વડે લોટને મિક્સ કરીલો
હવે તેમાં હરદળ મીઠું, મરચા-લસણની પેસ્ટ, એજમો ,જીરુ, સમારેલી ડુંગળી નાખીને બરાબર મિક્સ કરીદો
હવે એક નોન્સ્ટિક પેઈનને ગરમ કરવા રાખો ગરમ થાય એટલે તેમાં તેસ સગાવીને ચમચા વડે મગનું બેટર સ્પ્રેડ કરીને ચીલા બનાવો
બન્ને બાજૂ ચિલ્લા ક્રિસ્પી થાય તે રીતે પકાવી લો તૈયાર છે મગના લોટના ઈન્સ્ટન્ટ ચીલા
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

