
કિચન ટિપ્સ – હવે વધી ગયેલા ભાત માંથી બનાવો આ સ્વાદિષ્ટ વેજીસ ક્રિસ્પી ચિલા
જ્યારે આપણે બપોરે રસોઈમાં ચાવલ કે ભાત બનાવીએ છીએ ત્યારે ઘણી વખત ભાત બચી જતા હોઈ છે જો કે આજે ભાતમાંથી ટેસ્ટી મલાસા વેજીસ ચીલા બનાવવાની રીત જોઈશું.
સામગ્રી
- બચેલા ભાત ( મિક્સમાં થોડી છાસલ કે દહીં નાખીને વાટીલો)
- 2 ચમચી – વાટેલા લીલા મરચા
- 2 ચમચી – સમાલેરા લીલાઘાણા
- સ્વાદ – પ્રમાણે મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 1 ચપટી – હિંગ
- 1 ચમચી – વાટેલું આદુ
- 2 ચમચી – બેસન
- 2 ચમચી – છીણેલું ગાજર
- 2 ચમચી – કોબિઝ છીણેલું
- 2 ચમચી – કેપ્સિકમ મરચા સમારેલા
સૌ પ્રથમ વાટેલા ભાતમાં મીઠું હરદળ અને હિંગ નાખીને બરાબર મિક્સ કરીલો
ત્યાર બાદ તેમાં લીલું મરચું આદુ બેસન નાખીને ફરી મિક્સ કરો
હવે તેમાં કોબિઝ, ગાજર અને કેપ્સિકમ મરચા એડ કરીદો
હવે તવી ગરમ કરવા રાખઓ તવી ગરમ થાય એટલે તેમાં ઓઈલ એડ કરીને બરાબર સ્પ્રેડ કરો
હવે આ ચોખાના બેટરના નાના નાના ચીલા પાડીને બન્ને બાજુ બરાબર ક્રિસ્પી થાય તે રીતે તળીલો
તૈયાર છે બચેલા ભાતના વેજીસ ચીલા