![કિચન ટિપ્સઃ- હવે મહેમાન આવે ત્યારે સ્ટાટર્ડમાં બનાવો આ ટેસ્ટી પાપડ નિઝામી રોલ](https://www.revoi.in/wp-content/uploads/2023/06/1013.jpg)
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે આપણે રોલ તો ઘણા પ્રકારના ખાધા જ હશે જો કે આજે વાત કરીશું ગ્રીન કલરના ટેસ્ટી પાપડ નિધામી રોલની જે ખાવામાં તો ટેસ્ટી છે અને યુનિક વાનગી છે તેને બનાવવા માટે મહેનત પણ ઓછી છે તો ચાલો જોઈએ આ રોલ બનાવાની રીત.
સામગ્રી
- 3 નંગ – અળદના નાપડ
- 100 ગ્રામ – પનીર
- 1 કપ -ચિઝ છીણેલું
- 5થી 10 – નંગ પાલકના પાન
- 1 ચમચી – તેલ
- 1 ચમચી – જીરું
- 2 ચપટી – મરીનો પાવડર
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – ચાટ મસાલો
- 2 ચમચી – લીલા ઘાણા જીણા સમારેલા
- સ્લરી બનાવા માટે
1 કપ કોર્ન ફ્લોર લો, બાઉલમાં પાણી લઈને તેમા કરોન્ ફ્લોર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને થોડો ખાવાનો ગ્રીન કલર એડ કરીદો એચલે ગ્રીન સ્લરી રેડી થશે.
સૌ પ્રથમ પનીરને છીણી લો. પાલકના પાનને પાણી વડે ઘોઈને એકદમ જીણા જીણા સમારીલો
હવે એક કઢાઈલો તેમાં 1 ચમચી તેલ લઈને જીરુ નાખો જીરુ નાખ્યા બાદ લીલા મરચાની પેસ્ટ અને પાલકના પાન નાખીને સાંતળી લો
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું છીણેલું પનીર નાખીદો
ત્યાર બાદ લીલા ધાણા, ચાટ મસાલો, મરીનો પાવડર અને ચીઝ નાખીને 2 મિનિટ ગરમ કરીને બરાબર ફેરવીલો.પાપડ રોલ માટેનો મસાલો તૈયાર છે.
હવે એક પાપડ લો તેને પાણીમાં બોળીને તરત જ કાઢીલો હવે આ પાપટને પાટલી પર રાખો હવે આ પાપડમાં પનીર અને ચિઝનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તે ભરીને ગોળ ગોળ લાંબો રોલ વાળી દો
હવે એક કઢાઈમાં તેલ ગરમ રાખીદો, બરાબર તેલ ગરમ થાય એટલે પાપડના રોલને કોર્નફઅલોર વાળઆ સ્ટફિંગમાં બોળીને તેલમાં ક્રિસ્પી થાય તે રીતે તળઈલો
હવે આ રીતે બધઆ રોલ તળઈને તેને ક્રોસમાં કટ કરીલો એક રોલમાંથી 5 કે 4 પીસ કરવા
તૈયાર છે પાપડ નિઝામી રોલ ખાવામાં ટેસ્ટી બનાવામાં ઈઝી