
સાહિન મુલતાનીઃ-
આપણ સૌ કોઈએ નૂડલ્સના ચાઉમીન કે ચાઈનિઝ વાનગી ખાધી જ હશે જો કે આજે આજ નૂડલ્સને કોપરાના સૂપ સાથએ સલર્વ કરી શકાય એવી વાનગી જોઈશું
સામગ્રી
- 1 પેકેટ – નુડલ્સ
- એક લીલું નોરિયેળ
- 2 ચમચી – બેસન
- 2 ચમચી – લીલા મરચા,આદુ અને લસણની પેસ્ટ
- વઘાર માટે – તેલ
- 10થી 12 નંગ – કઢી પત્તા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – જીરુ
- સ્વાદ પ્રમાણે હળદર
- 2 કપ – મેંદો
સૌ પ્રથમ નૂડલ્સને પાણીંમાં તેલ મીઠું નાખીને બાફઈલો ત્યાર બાદ તેને ચારણીમાં નિતારીલો અને ઠંડાપાણીમાં ડબોળીને રાખી દો,
હવે મેંદાનો લોટ બાંધીને તેમાંથી પાતળી પાતળી પુરી વળીને તેને તળીલો અને તેને સાઈડમાં રાખીદો
લીલા ઘાણા અને લીલા કાંદાને જીણા જીણા સમારીને એક બાઉલમાં કાઢીલો.
આ રીતે બનાવો કોપરાનું સૂપ
સૌ પ્રથમ કોપરાની જે કોફી કલરની છાલ આવે તેને કાઢીલો, હવે કોપરું એકદમ સફેદ થઈ જશે, તેને મિક્સરમાં ક્રશ કરીલો, ક્રશ કરતી વખતે પાણી એડ કરતા રહેવું, હવે આ એક કોપરાની પેસ્ટમાં અડધો લીટર જેટલું પાણી લઈ લેવું,હવે આ સ્લરીમાં 2 ચમચી બેસન એડ કરીને બરાબર મિક્સ કરી લોવુંકોપરાના ગાંગળા રહી ગયા હોય તો તેને કાઢી લેવા, કોપરું એટલું જીણું દળવું કે મોઠામાં ન આવે.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો,તેમાં જીરું લાલ કરો, હવે તેમાં કઠી પત્તો એડ કરો, ત્યાર બાદ તેમાં લીલો મચાલો, હળદર અને મીટું નાખીદો, હવે આ મસાલો સંતળાઈ જાય એટલે તેમાં કોપરાની પેસ્ટ વાળી જે પહેલાથી ગ્રેવી રેડી કરી હતી તે નાખી દો,હવે આ કઢીને ઘીમા તાપે 10 થી 12 નિમિટ સુધી ઉકાળીલો.તૈયાર છે કોપરાનું સૂપ
હવે આ વાનગી બનાવવા માટે એક બાઉલ લો તેમાં પાણીમાં પલાળેલા બાફેલા નુડલ્સ થોડા લઈલો હવે તેની ઉપર 3 ચમચા જેટલું કોપરાનું સૂપ નાખો ત્યાર બાદ તેના પર મેંદાની પાપડી જે બનાવી છે તેને ભૂખો કરીને નાખો હવે તેના પર લીંબુ નીચોવો, ત્યાર બાદ લીલા ઘાણા અને લીલી કાંદા નાખીને તેને સર્વ કરો .
ડાયમંડ સીટી સુરતમાં આ વાનગીને ખાઉસા તરીકે ઉચ્ચારવામાં આવે છએ જો કે તે નોનવેઝ હોય છે પણ ઘણી જગ્યાએ આ રીતે વેજ પણ બનાવવામાં આવે છે.