
કિચન ટિપ્સઃ- ઓછી સામગ્રીમાં રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવું છે ટોમેટો સુપ, તો જોઈલો તેની સૌથી સરળ રીત
સાહિન મુલતાનીઃ-
શિયાળામાં સૌ કોઈ આપણે ગરમ વસ્તુઓ ખાતા હોઈએ છીએ નાસ્તો હોય કે ભોજન ગરમાગરમ ખાવાની મજા જ બમણી હોય છે જો બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો આપણે પહેલા સૂપ ઓર્ડર કરીએ છે,ટામેટો સૂપ કે જે સૌ કોઈને પસંદ હોય છે જો કે તમે સેમ રેસ્ટોરન્ટ સ્ટાઈલનું ટોમેટો સૂપ ઘરે જ બનાવી શકો છો,તો ચાલો જાણીએ ખૂબ જ ઓછી સામગ્રીમાં રેડી થતા આસૂપ બનાવાની રીત.
- ટામેટાનું ચટપટૂ સૂપ
- મીઠું – મરીનો સ્વાદ અને શરદીમાં મળશે રાહત
શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, સાથે સાથે શરદી થવાની શક્યતાઓમાં પણ વધારો થયો છે, સાંજ પડતાની સાથે વાતાવરણ ઠંડુ બનતા જ જાણે કંઈક ગરમ પીવાનું મન થાય છે, નાક બંધ થયું હોય ત્યારે ગરમ પીણું મળી જાય તો જાણે શરદીમાં રહાત મળી જાય છે, જો કે આજે ઘરની જ વસ્તુમાંથી અને તદ્દન સરળ રીતે બની જાય એ રીતે ટોમેટાનું સૂપ બનાવતા શીખીશું,ખૂબ જ ઓછી મહેનત થશે અને 4 થી 5 સામગ્રીમાં આ સૂપ બનીને તૈયાર થશે, જે ખાવામાં ખૂબ હેલ્ધી પણ છે અને શરદીમાં પણ રહાત આપે છે.
આ સૂપ બનાવવા માટેની સામગ્રી
- 5 નંગ – ટામેટાના
- 10 થી 12 નંગ – સલણની કળી
- મરીનો પાવડર – 1 ચમચી
- 1 ચમચી – કોર્ન ફ્લોર
- 1 ચમચી – તેલ
- 1 નંગ – નાની ડુંગળી
- 1 નાનો – આદપનો ટૂકડો
- સ્વાદ પ્રમાણે – મીઠું,
સૌ પ્રથમ ટામેટાને ઉપરથી થોડા થોડા ચાર કટ પાડીલો, હવે તેને એક તપેલીમાં પાણીલો અને તેને ગેસ પર રાખો હવે 10 મિનિટ સુધી ટામેટાને બાફીલો.
ટામેટા બફાય જાય એટલે તેની ઉપરથી છાલ કાઢીલો,હવે
ટામેટાને મિક્સરમાં થોડુ પાણી, એક નાની ડુંગળી, આદુનો ટૂકડો અને લસણની કળીઓ નાખીને બરાબર ક્રશ કરીલો,
હવે આ ક્ટારશને એક કચારણીમાં છાણીલો જેથી અધકચરી રહેલી વસ્તુઓ નીકળી જાય.
એક કાઢાઈ લો, તેમાં એક ચમચી તેલ લો, તેમાં મરીનો પાવડર સાતંળો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 2 મિનિચટ સાંતળીલો, હવે ટામેટાની પ્યૂરીમાં એક ચમચી કોર્મ ફ્લોર બરાબર મિક્સ કરીલો,
હવે આ ગરમ તેલમાં કોર્નફઅલોર વાળા ટામેટાના ક્રશને ઉમેરીને 10 મિનિટ સુધી ઉકાળઈ લો,સ્વાદ પ્રમાણે તમે મરી અને મીઠું વધઘટ કરી શકો છો.