
કિચન ટિપ્સઃ- સવારના નાસ્તાને હેલ્ધી અને ટેસ્ટી બનાવવો હોઈ યો હવે ટ્રાય કરો સોજીબોલ
- સોજીબોલ બનાવતા 15 મિનિટ જેટલો જ સમય લાગે છે
- ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે
રવામાંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ, જો કે આજે એક સરસ મજાની હેલ્ધી રવાની વાનગી બનાવતા શીખીશું જદેમાં બેઝિક સમાગ્રીની જરુર પડશે અને 15 થી 10 જ મિનિટનો સમય લાગશે,તો ચાલો જોઈએ શું છે આ રવા બોલ
સામગ્રી
200 ગ્રામ – રવો
- જરુર પ્રમાણે – છાસ
- 1 ચમચી – લીલા મરચા કતરેલા
- 1 ચમચી – રાય-જીરુ મિક્સ
- 10 થી 12 – નંગ કઢી લીમડો
- 1 ચમચી – લીકી ફ્લેક્શ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – મેગી મસાલો
- જરુર પ્રમાણે – તેલ
સૌ પ્રથમ એક કઢાઈલો, તેમાં રવો નાખીને શેકીલો હવે તેમાં ઘીમે ઘીમે છાસ ઉમેરતા જોવા અને બરાબર ઘટ્ટ થાય ત્યા સુધી તેને ગરમ કરીલો, તેમાં 1 ચમચી જેટલું તેલ પણ એડ કરો, આ રીતે રવો અને છાસમાંથી એક કણક જેવું તૈયાર કરીલો
હવે આ મિશ્રમને ઠંડુ પડવા દો,ત્યાર બાદ તમારી હાથની હથેળી પર તેલ લગાવીને આ મુશ્રણમાંથી નાના નાના એક સરખા બોલ તૈયાર કરીલો
હવે આ તૈયાર કરેલા બોલને ઈડલી કે ઢોકળીયામાં 8 થી 02 મિનિટ વરાળ પર બાફીલો
હવે એક કઢાઈલો તેમાં 4 ચમચી તેલ એડ કરો, હવે તેમાં રાય અને જીરુ ફોટી લો, ત્યાર બાદ તેમાં કઢી લીમડો, લીલા મરચા એડ કરીને રવાના બોલ એડ કરી દો, હવે તેને બરાબર ફેરવી લો
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે નીઠપં, મેગી મસાલો અને ચિલી ફ્લેક્સ એડ કરીલો અને ઉપરથી લીલા ઘાણાથી ગાર્નિશ કરો.
તૌયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ હેલ્ધી રવા બોલ, જેને તમે ગ્રીન ચટણી અને ટામેટા કેચઅપ સાથે ખાય શકો છો.