
કિચન ટિપ્સઃ- હવે દહીં વગર પણ બનાવો આ અળદ વડા, મસાલેદાર અને દાળવડાને પણ આપશે ટક્કર
સાહિન મુલતાનીઃ-
શિયાળામાં અળદની દાળનો પાક લોકો ખૂબ ખાતા હોય છે અળદીયાથી લઈને અનેક પ્રકારના પાકમાં પણ અળદનો લોટ નાખે છે,આજે આપણે અળદની દાળના વડાની રીત જોઈશું જે બનાવામાં ખૂબ ઈઝી છે અને ખાવામાં ટેસ્ટી પણ છે.
સામગ્રી
- 250 ગ્રામ – અળદની દાળ
- 2 ચમચી – લીલા મરચા કતરેલા
- 1 ચમચી સુકા ઘાણા – અધકચરાવાટેલા
- પા ચમચી – મરીનો પાવડર
- ટેસ્ટ પ્રમાણે – મીઠું
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 2 ચમચી – લસણ જીણું કતરેલું
- એક ચપટી – જેટલો ભજીયા ખારો
તળવા માટે – તેલ જરુર પ્રમાણે
અળદની દાળને ઓછામાં ઓછા 4 થી 5 કલાક પાણીમાં પલાળઈ દો ત્યાર બાદ પાણી બરાબર નિતારીલો અને મિક્સરમાં દાળને એધકચરી ક્રશ કરીલો
હવે ક્રશ કરેલી દાળમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા, સુકા ઘાણા , મરીનો પાવડર, ડુંગળી ભજીયા ખારો અને લસણ નાખીને બરાબર મિક્સ કરીદજો, હવે આ ખીરાને 2 મિનિટ ઢાકીને રહેવાદો.
હવે એક કઢાઈમાં ભરતેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે દાળમાંમથી નાના નાના વડા પાડીને તેલમાં તળીલો, ધ્યાન રાખવું વડા ઘીમા ગેસ પર તળવો બહારથી ક્રિસ્પી અને અંદજરથી પોંજી વડા બનશે.આ વડાને તમે સાઉથ ઈન્ડિયન ચટણી સાથે પણ ખાય શકો છો.