1. Home
  2. ગુજરાતી
  3. જાણો એર હોસ્ટેસ વિશેની કેટલીક ખાસ વાતો, તેઓ ઓન ડ્યૂટી નથી પીતા ચા કે કોફી,
જાણો એર હોસ્ટેસ વિશેની કેટલીક ખાસ વાતો, તેઓ ઓન ડ્યૂટી નથી પીતા ચા કે કોફી,

જાણો એર હોસ્ટેસ વિશેની કેટલીક ખાસ વાતો, તેઓ ઓન ડ્યૂટી નથી પીતા ચા કે કોફી,

0
Social Share

 

 

દરેક કોઈ ચા કોફીના શોખીન હોય છે, જ્યારે પ્લેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે પણ લોકો ચા કે કોફી પીવે છે. જો કે તમને એક જાણીને નવાઈ લાગશે કે વિમાનમાં એર હોસ્ટેસ કેબિન ક્રૂ ફ્લાઈટમાં ચા અને કોફી નથી પીતા. જેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. પ્રખ્યાત ટિકટોકર અને એર હોસ્ટેસ સિએરા મિસ્ટે પોતાના કામ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે અને આ બાબતે કેટલીક વાતો સોશિયલ મીડિયા પર તેણે શેર કરી છે

એર હોસ્ટેસ સિએરા મિસ્ટના ટિકટોક પર 31 લાખ ફોલોઅર્સ છે. તે અવાર નવાર પોતાના કામ વિશે માહિતી આપતી રહે છે. સિએરાએ ફ્લાઇટ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે એક વીડિયોમાં આ અંગે માહીતી શેર કરી છે.

આ વાયરલ વીડિયોમાં સિએરાએ જણાવ્યું છે કે ફ્લાઈટમાં કેબિન ક્રૂ પણ પાણીની બોટલનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેણે કહ્યું કે આજે હું તમને ફ્લાઈટ એટેન્ડન્ટ્સ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે જણાવીશ, જેના વિશે તમે કદાચ જાણતા ન હોવ.

વાયરલ થયેલો વીડિયો

https://www.instagram.com/cierra_mistt/?utm_source=ig_embed&ig_rid=1d2ef1f9-8352-4e43-a522-09b4f1f28689

સીએરાએ કહ્યું કે ફ્લાઇટ એટેન્ડન્ટ્સ જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ ચા અથવા કોફી પીવે છે. તેણે આ માટે આશ્ચર્યજનક કારણ આપ્યું છે. તેઓ કહે છે કે પાણીની ટાંકી ક્યારેય સાફ થતી નથી. પરંતુ એરલાઇન્સ પાણીની ગુણવત્તા તપાસતી રહે છે. જ્યાં સુધી ટાંકીમાં કોઈ વસ્તુ ન મળે ત્યાં સુધી તેને સાફ કરવામાં આવતી નથી.

સિએરાએ વધુ એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે એર હોસ્ટેસ હંમેશા ફ્લાઇટ દરમિયાન સનસ્ક્રીન લગાવે છે. તેણે તેનું કારણ પણ આપ્યું છે કે તે કહે છે કે અમે દરરોજ 35,000 ફૂટની ઊંચાઈએ મેટલ ટ્યુબમાં મુસાફરી કરીએ છીએ અને તે ઓઝોન સ્તરની ખૂબ નજીક છે. તેઓ કહે છે કે આપણે રેડિયેશનની ખૂબ નજીક છીએ. તેથી જ આરોગ્ય વીમા કંપનીઓ તેમને અવકાશયાત્રીઓ અને રેડિયોલોજીસ્ટ શ્રેણીમાં રાખે છે.

એર હોસ્ટેસ સિએરા મિસ્ટે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે જ્યારે 82 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code