
જાણો પારિજાતના ફૂલમાં સમાયેલ ઔષધિ ગુણો, જેનો ઉકાળો પીવાથી અનેક બીમારી થાઈ છે દૂર
સામાન્ય રીતે ભારત દેશ ઔષધિઓ નો ખાજનનો દેશ ગણાય છે અહી મળી આવતા ફૂલો ઝડવાઓ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ છે દવા બનવવાથી લઈને કુદરતી ઉપચારમાં વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે આવાજ એક ફૂલ છે પારિજાતના ફૂલો જે ઔષધીય ગુણોથી ભરપૂર છે.
પારિજાતના ફૂલના પાંદડા અને છાલનો ઉપયોગ આયુર્વેદમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિત અનેક રોગોની સારવારમાં થાય છે. આજે અમે તમને તેનો ઉકાળો બનાવીને પીવાથી ઘણા રોજો માટે છે .
આ રીતે બનાવો ઉકાળો
2 ગ્રામ પારિજાતના પાન, 3 ગ્રામ છાલ અને 2 થી 3 તુલસીના પાન જરૂરી છે. સૌ પ્રથમ, આ બધી સામગ્રીને સારી રીતે ઉકાળો. પછી તેને દિવસમાં બે વાર પીવો.
ઉકાળો પીવાના ફાયદાઓ
આ ઉકાળો પીવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના રોગોમાં રાહત મળે છે. અપારિજાતના ફૂલમાંથી બનાવેલ ઉકાળો શરદી અને ઉધરસમાં રાહત આપે છે. તેમાં હાજર વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
અટેલુંજ નહીં આ ઉકાળો પીવાથી તમારી પાચન શક્તિને મજબૂત બને છે. તેનાથી અપચોની સમસ્યા થતી નથી. સાથે જ આ ઉકાળો સંધિવામાં પણ અસરકારક છે.
વધુમાં આ ઉકાળો પીવાથી તમારો તણાવ પણ દૂર થાય છે. તેનો ઉપયોગ એરોમાથેરાપીમાં થાય છે. હકીકતમાં, ફૂલોની સુગંધથી જ મનને શાંતિ મળે છે.