જાણીલો એવા શાકભાજી કે જેને વધારે પકાવીને ખાવાથી ગુણતત્વોનો થાય છે નાશ, કાચા ખાવાથી ફાયદો થાય છે
- આ શાકભાજીને કાચા ખાવા જોઈએ
- કાચા શાકભાજી વઘુ ગુણ કરે છે
સામાન્ય રીતે શાકભાજીમાં અનેક પોષક તત્વો હોય છે જેમાંથી શરીરને પુરપતા પ્રમાણમાં વિટામિન્સ ,આર્યન મળે છે જો કે કેટલાક શાકભાજી આપણે બરાબર પકાવીને ખાતા હોય છે જો કે વધારે પડતા શાકભાજીને પકાવીને ખાવાથી પણ તેના પોષક તત્વો નાશ પામતા હોય છે તો ચાલો આજે જોઈએ એવા શાકભાજી કે જેને થોડા કાચા રાખીને ખાવામાં આવે તો ફાયદો થાય છે.. કેટલાક કાચા શાકભાજીમાં રાંધેલા ખોરાક કરતાં વધુ પોષક તત્વો હોય છે. આવો, આજે અમે તમને એવા ખાદ્યપદાર્થો વિશે જણાવીશું જેનું કાચું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કાચી ડુંગળી –
કાચી ડુંગળીમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર, ફ્લેવોનોઈડ્સ અને સલ્ફ્યુરિક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેથી જ તેને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.
કાચું લસણ-
કાચું લસણ બ્લડ સુગર, માનસિક સ્વાસ્થ્ય, સામાન્ય કોલેસ્ટ્રોલ અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કાચા લસણ એન્ટીઓક્સીડેન્ટ અને સલ્ફ્યુરિક ઈમ્યુનિટી વધારવાનું પણ કામ કરે છે. કાચા લસણમાં પણ એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે. જો તમે તેનું રાંધ્યા પછી સેવન કરો છો, તો તેના તમામ પોષક ગુણો નાશ પામે છે.
કેપ્સિકમ-
કેપ્સિકમ વિટામિન B6, વિટામિન E, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ્સથી પણ ભરપૂર છે. જ્યારે રાંધવામાં આવે છે ત્યારે પૅપ્રિકા તેના 75% એન્ટીઑકિસડન્ટો ગુમાવે છે, જ્યારે ફાઈબરનું પ્રમાણ 15-40% ઘટે છે.
કાચી બ્રોકોલી-
કાચી બ્રોકોલી પણ સુપરફૂડની શ્રેણીમાં આવે છે જે કેન્સરના કોષો સામે લડવા, લો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, રોગપ્રતિકારક શક્તિ વધારવા, હૃદયને વધુ સારી બનાવવા માટે ફાયદાકારક છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે કાચી બ્રોકોલીમાં રાંધેલા બ્રોકોલી કરતાં દસ ગણા વધુ સલ્ફોરાફેન હોઈ શકે છે જે તેના ગુણધર્મોને વધારી શકે છે.