
BS 6 સ્ટેજ 2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસાવવામાં આવેલા બીએસ 6 સ્ટેજ-2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ‘ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઇથેનોલ સ્વદેશી, પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય ઇંધણ હોવાથી ભારત માટે આશાસ્પદ સંભવિતતા ધરાવે છે.
Live from the Launch of World's 1st Prototype of BS-6 (Stage II) ‘Electrified Flex Fuel Vehicle’ developed by Toyota Kirloskar Motor, New Delhi. #ElectrifiedFlexFuelVehicle #FlexFuelVehicle https://t.co/zBLSVzqVmT
— Nitin Gadkari (@nitin_gadkari) August 29, 2023
તેમણે જણાવ્યું હતું કે, ઇથેનોલ પર મોદી સરકારનો ભાર ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, તેમને ઊર્જાદાતામાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશો સાથે સુસંગત છે, ત્યારે તેમને અન્નદાતા તરીકે ટેકો આપવાનું ચાલુ રાખે છે અને પર્યાવરણ પર હકારાત્મક અસર કરે છે. તેમણે કહ્યું હતું કે, જે દિવસે ઇથેનોલનું અર્થતંત્ર 2 લાખ કરોડનું થશે, તે દિવસે કૃષિ વિકાસ દર વર્તમાન 12 ટકાથી વધીને 20 ટકા સુધી પહોંચી જશે. જૈવઇંધણમાં નવીનતાઓ વિશે વાત કરતાં નીતિન ગડકરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં અસમમાં નુમાલીગઢમાં રિફાઇનરી વિશે વાત કરી હતી, જ્યાં વાંસનો ઉપયોગ જૈવ ઇથેનોલનાં ઉત્પાદન માટે થાય છે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ નવીન વાહન ઇનોવા હાઇક્રોસ પર આધારિત છે અને ભારતનાં ઉત્સર્જનનાં કડક માપદંડોનું પાલન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌપ્રથમ બીએસ 6 (સ્ટેજ 2) ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ પ્રોટોટાઇપ તરીકે અંકિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોટોટાઇપ માટે આગામી તબક્કાઓમાં સાવચેતીપૂર્વક શુદ્ધિકરણ, હોમોલોગેશન અને સર્ટિફિકેશન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.